આસ્થા : કોરોના સામેના જંગમાં આધ્યાત્મિકતા ભળી, ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ

0
482

જામનગર અપડેટ્સ : કોરોનાની મહામારીએ જામનગરમાં અજગરી ભરડો લીધો છે. ત્યારે કોરોના સામેના જંગમાં આધ્યાત્મિકતાને જોડવામાં આવી છે. આ મહામારી નાબૂદ થાય એ માટે જામનગર ગાયત્રી શક્તિપીઠ દ્વારા શહેરભરમાં નવતર આધ્યાત્મિક હવનનું આયોજન કરવામાં આવ્યું. ચાલુ હવન કુંડ સાથેની ૧૨ ઉંટ ગાડીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી વાતાવરણને વિષાણુ મુક્ત કરશે. ગૃહે ગૃહે યજ્ઞ વિધિ દવારા કોરોના સંકટ હટાવવા આવી. શાસ્ત્રોકત વિધિ અને ગાયત્રી મંત્રનો જાપ કરવામાં આવ્યા.

જામનગર ગાયત્રી શક્તિપીઠ દ્વારા આયોજિત ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા સમગ્ર વિશ્વમાં એક જ દિવસે લોકો પોતાના ઘરે વધુમાં વધુ યજ્ઞ કરે તે અંગેની લોકોમાં જાગૃતિ લાવવા અને હાલની કોરોના મહામારી તથા રોગોના વિષાણુંને નિયંત્રિત કરવા વિજ્ઞાને સ્વીકારેલી આ બાબતથી લોક જાગૃતતા લાવવાના ભાગરૂપે ગાયત્રી શક્તિપીઠ જામનગર દ્વારા ૧૨ ઉંટગાડી દ્વારા શહેરના ગાંધીનગર, પટેલ પાર્ક, દિગ્જામ ડિફેન્સ કોલોની સહિત તમામ વિસ્તારો માટે જુદા જુદા ત્રણ રૂટનું આયોજન કર્યું હતું અને દરેક ઉંટગાડી પર હવન તથા યજ્ઞ શરૂ રાખી તેની પાવન ધૂમ્રસેરથી લોકોને રક્ષિત કરવાનો નવતર પ્રયાસ કરાયો હતો.

ગાયત્રી પરિવારના આ અધ્યતાત્મિક યજ્ઞમાં શહેરની ધર્મ પ્રેમી જનતા પણ જોડાઈ હતી. જામનગર આ મહામારીમાંથી મુક્તિ મેળવે તેવા શુભ હેતુસર ગાયત્રી શક્તિપીઠ જામનગર દ્વારા સમગ્ર શહેરમાં હજારોની સંખ્યામાં ગાયત્રી હવન કરવાનું આયોજન થઈ રહ્યું છે. સનાતન ધર્મમાં ગાયત્રી મંત્ર તથા ગાયત્રી હવનને શ્રેષ્ઠ માનવામાં આવે છે. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ અહેવાલો પણ જણાવે છે કે ગાયત્રી મંત્ર તથા ગાયત્રી હવનથી કોરોના વાયરસનો ચેપ બેઅસર બને છે ત્યારે ગાયત્રી પરિવારના તે દિશામાં હાથ ધરાયેલ આ સુંદર આયોજન રાજ્ય મંત્રીએ વધાવીને જામનગરવાસીઓ આ પ્રવૃત્તિમાં જોડાય તેવી અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ અપીલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here