Exclusive: આર્મીમેને ઈરાદાપૂર્વક અકસ્માત નીપજાવી યુવાનને પતાવી દીધો, કારણ જાણી ચોંકી જશો

0
1372

જામનગર : જામનગરમાં લાલપુર બાયપાસ પાસે ચાર દિવસ પૂર્વે બોલેરો અને બુલેટ વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યા બાદ આ બનાવ અકસ્માતનો નહી પરંતુ હત્યાનો હોવાનું સામે આવ્યું છે. આસામમાં આર્મીમેન એવા આરોપીએ જાણી જોઈને જ એકસેસને ઠોકર મારી હોવાનો અને હત્યા નીપજાવી હોવાનો ઘટ: સ્પોટ થયો છે.

ગત તા. ૧૭મીની રાત્રે સાડા આઠેક વાગ્યાના સુમારે લાલપુર બાયપાસ નજીકના જીઆઈડીસી વિસ્તારમાં એપલ ગેઇટની સામે પુર ઝડપે દોડતી એક જીજે ૧૨ જે ૩૩૫૯ નંબરની બોલેરોએ જીજે ૧૨ બીએન ૩૩૮૬ નમ્બરની બુલેટ મોટર સાયકલને જોરદાર ઠોકર મારી અકસ્માત નીપ્જાવ્યો હતો. જેમાં બુલેટ ચાલક રામસંગ વજેસંગ પરમારને ગંભીર ઈજાઓ પહોચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જયારે તેની પાછળ બેઠેલ સુખદેવસિંહ રણજીતસિંહ જાડેજા ને મોઢા ઉપર તથા માથાના ભાગે ગંભીર ઇજા પોહચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ બાદ બોલેરો ચાલક કાર મુકી નાશી ગયો હતો. આ બનાવ અંગે જયપાલસિંહ વિક્રમસિંહ રાઠોડ રહે રડાર રોડ મોમાઇપાન વાળી ગલી ગોકુલ નગર નવાનગર જામનગર મુળ ઉનાના કારનક બરડા તા ઉના જી ગીર સોમનાથ વાળાએ બોલેરો ચાલક સામે આઈપીસી કલમ ૨૭૯,૩૩૭,૩૩૮,૩૦૪(અ),તથા  એમવી એક્ટ ૧૭૭,૧૮૪, મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ પરમાર સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસ તપાસમાં નવો ઘટ: સ્પોટ થયો છે. શકદાર તરીકે જે બોલેરો ચાલક નાશી ગયા હતા તેને પોલીસે બોલાવી પૂછપરછ કરી હતી જેમાં આરોપી ચાલક એવા ઉનામાં રહેતા અને હાલ આસામમાં નોકરી કરતા દશરથસિંહ રઘુભા ગોહિલે જાણી જોઈને અકસ્માત નીપ્જાવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની અટકાયત કરી લીધી છે અને તેની સામે હત્યાની કલમનો ઉમેર થયો છે. બનાવ અંગે પોલીસના જણાવ્યા અનુસાર આરોપી તાજેતરમાં જ આસામથી રજા લઈ છુટ્ટી પર આવ્યો હતો. મૃતક અને આરોપીની પત્ની વચ્ચે જે સબંધો છે તે સંબધો બાબતે તેને શંકા ગઈ હતી. બંને વચ્છે અનૈતિક સબંધ હોવાની શંકાનો કીડો ઘર કરી જતા તેને ઈરાદાપૂર્વક આ બનાવને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીનો કોરોના રીપોર્ટ કરાવવા સહિતની તજવીજ શરુ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here