પાટીલ ઈફેક્ટ : આ મંત્રીઓ સોમ-મંગળ કમલમમાં સાંભળશે પ્રશ્નો

0
767

જામનગર : પ્રદેશ અધ્યક્ષ તરીકેનો ચાર્જ સાંભળ્યા બાદ સીધા જ ફ્રન્ટ ફૂટ પર આવી બેટિંગ શરૂ કરી છે.પક્ષમાં જૂથવાદ અને કાર્યકરોની અવગણનાને લઈને પાટીલે કડક હાથે કામ લેવાનું શરૂ કર્યું છે. પ્રજાના પ્રશ્નો સાંભળવા ખુદ સરકારના મંત્રીઓને એક-એક દિવસ ફાળવવા અને તેનો રિપોર્ટ તૈયાર કરવા પણ સૂચના આપી દેવામાં આવી છે. જેને લઈને આગામી બે દિવસનો કાર્યક્રમ ફિક્સ કરવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન ભાજપના નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પાર્ટીમાં ધરખમ ફેરફારની કાર્યશૈલી અપનાવી છે. પાર્ટીમાં જૂથવાદ ટાળવા માટે કાર્યકરો અને નેતાઓને ટકોર કરી છે. સાથે સાથે જૂથવાદ કરતા નેતાઓને આગામી સમયમાં ટીકીટ આપવામાં નહિ જ આવે એમ પણ સ્પષ્ટ કર્યું છે. આ ઉપરાંત પ્રજાના પ્રશ્નો સાંભળવા માટે ખુદ મંત્રીઓ કમલમમાં બેસશે એવી પણ જાહેરાત કરી હતી. જેને લઈને આ કાર્યશૈલી અમલમાં મુકવામાં આવી છે. ગાંધીનગરથી કરવામાં આવેલ જાહેરાત મુજબ સોમવાર થી કમલમ ખાતે સરકારના મંત્રીઓ પ્રજાના પ્રશ્નો સાંભળશે. જે અંતર્ગત સોમવારે કેબિનેટ પ્રધાન કૌશિક પટેલ કમલ્મ કાર્યાલય પર બેસશે અને પ્રજાના પ્રશ્નો સાંભળશે. જયારે મંગળવારે જયદરથસિંહ પરમાર કમલમ ખાતે હાજર રહી પ્રજાના પ્રશ્નો સાંભળશે….
ઉલ્લેખનીય છે કે, સી આર પાટીલે પ્રવાસના પ્રથમ દિવસે મંત્રીઓના કમલમ બેસવા માટે કરી હતી જાહેરાત કરી હતી. મંત્રીઓ સામે આવેલ તમામ પ્રશ્નોનું ફાઈલિંગ કરી સંબધિત વિભાગમાં પણ મોકલવા આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here