જામનગર : રવિવાર સવાર સુધીના ૨૪ કલાકના ગાળામાં આટલી વખત ધરા ધ્રુજી

0
556

જામનગર જીલ્લામાં છેલ્લા બાર દિવસથી ફરી જમીની સળવળાટ શરુ થયો છે. આ સમયગાળામાં સમયાંતરે ભૂકંપના હળવા આંચકા અનુભવાઈ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકના ગાળામાં પણ વધુ બે વખત જીલ્લાની ધરા ધ્રુજતા ભય યથાવત રહ્યો છે.

જામનગર જીલ્લામાં શરુ થયેલ ભૂકંપના હળવા આંચકાઓનો સીલશીલો યથાવત રહ્યો છે. શનિવારે સવારે ૯:૨૮ વાગ્યે જામનગરથી ૨૫ કિમી દુર કાલાવડના ગ્રામ્ય પંથકના કેન્દ્ર્બુંદુ ધરાવતો ૨.૩ની તીવ્રતા ધરાવતો આંચકો અનુભવાયો હતો.. એક કિમી ઊંડાઈએ ઉદભવેલ કંપન જીલ્લાના મોટાભાગના વિસ્તારોમાં અનુભવાયા હતા. જો કે આ કંપનને કારણે કોઈ હતાહત થવા પામી ન હતી.

આ હળવા આંચકા બાદના બરાબર બાર કલાકના ગાળા પછી રાત્રે ફરી ધરતીમાં સળવળાટ થયો હતો. રાત્રે ૮:૪૧ મીનીટે ફરી ભૂકંપનો આચંકો અનુભવાયો હતો. આ આંચકાનું કેન્દ્રબિંદુ પણ કાલાવડ નજીક વાણીયા ગામે નોંધાયું છે. જામનગરથી ૨૧ કિમી દુરથી ઉદભવેલ ભૂકંપને લીધે ફેલાયેલ ભય અથવાત રહ્યો છે. આ આંચકો જમીનથી ચાર કિમીની ઊંડાઈએ ઉદ્ભવ્યો હોવાનું ઇન્સ્ટીટયુટ ઓફ સિસ્મોલોજીકલ રીસર્ચ સેન્ટરની વેબસાઈટ પર નોંધ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here