જામનગર : ચોવીસ કલાકમાં આ ગામોમાં જોરદાર વરસ્યા મેઘરાજ, પોણા ચાર ઇંચ સુધી વરસાદ

0
662

જામનગર જીલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં એક થી પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં જામનગર અને  જામજોધપુર પંથકમાં વધુ વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. તાલુકા મથકોમાં માત્ર જામજોધપુરને બાદ કરતા તમામ શહેરોમાં ઝાપટા પડ્યા હતા.

જામનગર જીલ્લામાં છેલ્લા ચોવીસ કલાકના ગાળામાં જામજોધપુર તાલુકા મથકે એક ઇંચ વરસાદ નોંધાયો છે. જામનગરમાં જયારે ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકની વાત કરવામાં આવેતો, જામનગર તાલુકાના વસઈ ગામે પોણા ચાર ઇંચ, ફલ્લામાં ઝાપટા, જામવંથલી દોઢ ઇંચ, ધુતારપર ગામે અડધો ઇંચ અને જોડિયા તાલુકાના બાલંભામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે ધ્રોલ તાલુકાના લતીપર અને લૈયારામાં અનુક્રમે પોણો અને અડધો ઇંચ વરસાદ, જયારે કાલાવડ તાલુકાના નિકાવા અને ખરેડીમાં અડધો-અડધો ઇંચ વરસાદ પડ્યો છે. જયારે જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારમાં સમાણામાં અડધો ઇંચ, શેઠવડાળામાં પણ અડધો ઇંચ, વાંસજાળિયામાં ત્રણ ઇંચ, ધુનડામાં બે ઇંચ અને પરડવા ગામમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે લાલપુર તાલુકાના મોટા ખાડબા ગામે ઝાપટા વરસ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here