મોરારીબાપુ વિવાદ બાદ ચર્ચામાં આવેલ સંજય ચેતરીયા હાલ જેલમાં છે, ખબર છે કેમ ?

0
13640

જામનગર : જામનગરમાં રહેતા ઇવેન્ટ ઓર્ગેનાઝર સંજય ચેતરિયા મોરારીબાપુના વિવાદ બાદ ચર્ચામાં આવ્યા હતા. બાપુ દ્વારકા આવી જ્યાં સુધી માફી ન માંગે ત્યાં સુધી અનસન કરવા બેસી ગયેલ સંજય ચેતરિયા બીજી વખત ત્યારે ચર્ચામાં આવ્યો જયારે મોરારીબાપુના વિવાદ વચ્ચે આવી ગયેલ પબુભાનો વિરોધ કરવા તે આલીદર બોડીદરથી છેક ઓખા મંડળ સુધી પદયાત્રાએ નીકળ્યો અને રસ્તામાં જ કલ્યાણપુર પોલીસે તેની અટકાયત કરી લીધી, પણ પછી ? ખરી સ્થિતિ જ હવે શરુ થઇ છે. આ વિવાદ બાદ સંજય ચેતરિયા કયા છે ? આવો નજર કરીએ સમગ્ર વિવાદ અને ત્યારબાદના સમીકરણો પર.

મોરારી બાપુના વાયરલ વિડીઓમાં ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ તથા તેના વંશજો વિષે કરવામાં  આવેલ ટીપ્પણીઓને લઈને આહીર સમાજના યુવાવર્ગમાં અસંતોષ ફેલાયો હતો. દિવસે દિવસે પ્રબળ બનતો વિરોધ અંતે અનસન પર આવ્યો હતો. જામનગરના સંજય ચેતરીયા દ્વારકા ખાતે અનસન પર બેસી ગયા અને જ્યાં સુધી બાપુ દ્વારકા આવી માફી ન માંગે ત્યાં સુધી અનસન ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. જો કે સંજયના આ વલણ સામે મોટાભાગનો આહીર સમાજે સહમતી ન દર્શાવી, કેમ કે અનસન પર બેસવાના દિવસે જ સંજયે આહીર સમાજના અગ્રણીઓના નિર્ણયનો વિરોધ કરી, એફબી લાઈવ કરી અગ્રણીયો વિરુદ્ધ અણછાજતા શબ્દો બોલ્યા હતા. બીજી તરફ ટૂંક સમયમાં જ મોરારીબાપુ દ્વારકા આવી માફી માંગી લીધી, આ સમયે બાપુ પર સ્થાનિક પૂર્વે ધારાસભ્ય પબુભા માણેક દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને લઈને રાજ્યભરમાં સનસનાટી મચી ગઈ હતી. અહીંથી નવા અધ્યાયની શરુઆત થઇ,

હવે વાત પબુભા પર ઉતરી આવી અને સાધુ સમાજ તથા આહીર સમાજ દ્વારા પબુભા પોતે બાપુની માફી માંગે તેવો અવાજ રાજ્યભરમાં પ્રબળ બન્યો. સામે પક્ષે પબુભાએ પણ ચોખ્ખું કહી જ દીધું કે મેં કઈ કર્યું જ નથી તો માફી નો  ક્યાં સવાલ જ છે ? આવા સમયે સંજય ચેતરીયાએ ફરીથી ઝંડો ઉપાડ્યો અને આલીદર બોડીદરથી પબુભાના ઘર સુધીની પદ યાત્રા શરુ કરી, પબુભાના ઘરની સામે કાળો જંડો ગાળવા નીકળી પડ્યો રસ્તે, દ્વારકા જીલ્લાની હદમાં પ્રવેશતા જ કલ્યાણપુર પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. જે તે સમયે જામીન પણ આપી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ બીજા દિવસે ફરી થી સંજય એ જ રસ્તે નીકળી પડતા પોલીસે ફરીથી અટકાયત કરી મામલતદાર સમક્ષ રજુ કર્યો, જ્યાં સંજયે જામીન લેવાની ના પાડી દીધી હતી. જેને લઈને સંજયને તે દિવસથી જામનગર જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. આજે પણ ચેતરીયા જામનગર જીલ્લા જેલમાં છે. આવતી કાલે ફરી આ કેસની તારીખ છે. ત્યારે આ વખતે કેવો તાલ સર્જાય છે તે જોવાનું રહ્યું, સંજયના કહેવા મુજબ મેં કશું જ કર્યું નથી. કોઈ ગુનો કર્યો નથી તો મારે જામીન સેના લેવાના ? ચેતરીયા પોતાના આ જ વલણ પર ઉભો રહેતા અંતે જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here