મોર્નિંગ અપડેટ્સ : એક થી સાડા તેર ઇંચ વરસાદ, સાગર-સસોઈ-ઊંડ ફરી ઓવરફલો, આ છે છેલ્લી સ્થિતિ

0
746

જામનગર : જામનગર જીલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. સતત પડતા વરસાદને લઈને હવે આ મહેરબાની કહેરમાં તબદીલ થતી જાય છે. આજે સવારે પુરા થતા ચોવીસ કલાકના ગાળામાં જીલ્લામાં એક થી સાડા તેર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

જામનગર જીલ્લામાં ગઈ કાલ સવારે જોરદાર મેઘાવી માહોલ રચાયો હતો.  જે છેક આજે સવારના છ વાગ્યાના પુરા થતા ૨૪ કલાક સુધી અવિરત રહ્યો છે. આ ૨૪ કલાકના ગાળા દરમિયાન મેઘરાજા ક્યાંક દિલ ખોલી ને તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો છે. જેમાં જોડીયામાં ૩૩૮ મીમી એટલે કે   સાડા તેર ઇંચ વરસાદ વર્ષી ગયો છે. એમાય મોડી રાત્રે બે થી સવારે છ વાગ્યા દરમિયાનના ચાર કલાકના ગાળામાં સાડા છ ઇંચ વરસાદ પડી ગયો હતો. જેને કારણે તાલુકા મથકમાં પાણી પાણી થઇ ગયું હતું. અમુક નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે. જયારે ધ્રોલમાં પાંચ ઇંચ (૧૨૫ મીમી ) વરસાદ વરસતા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

જયારે લાલપુર તાલુકા મથકે પણ છ ઇંચ વરસાદ પડી જતા શહેરની મધ્યેથી પસાર થતી ફલકુ નદી બે કાઠે થઇ હતી. જામનગરમાં પણ આખી  રાત ધીમી ધારે વરસાદ વરસ્યો હતો જે પુરા થતા ૨૪ કલાકના  ગાળામાં સાડા ત્રણ ઇંચ (૮૫ મીમી ) પાણી પડ્યું હોવાનું નોંધાયું  છે. જયારે કાલાવડમાં બે ઇંચ (૪૯ મીમી ) અને જામ જોધપુરમાં એક ઇંચ વરસાદ પડ્યો છે. હજુ પણ મેઘાવી માહોલ અને મેઘરાજ યથાવત છે.

આજે સવારે છ વાગ્યાની સ્થિતિ મુજબ,  સચરાચર વરસાદને લઈને જામનગરની જીવાદોરી સમાન રણજીત સાગર વધુ એક વખત એક ફૂટના અંતરેથી ઓવરફલો થયો છે. જયારે સસોઈ ડેમ પણ પોણોફૂટના અંતરે ઓવર ફલો થયો છે. જયારે ઉંડ ડેમના ત્રણ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે. જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી જવાની શક્યતાઓ ઉભી થઇ છે. સાથે સાથે જામનગરની ભાગોળે આવેલ રંગમતી ડેમના ત્રણ દરવાજા બે ફૂટ ખોલવામાં આવતા જામનગરના નવાગામ સહિતના નીચાણવાળા વિસ્તારોને સચેત કરાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here