રેઈન અપડેટ : 12થી 2 વાગ્યા માં ભાણવડમાં વધુ દોઢ ઇંચ, જામજોધપુરમાં એક ઇંચ વરસાદ

0
704

જામનગર: હાલારના બંને જીલ્લાઓમાં છેલ્લા બે દિવસથી અવિરત મેઘસવારીએ પાણી પાણી કરી દીધું છે. જોડિયામાં ૧૨ કલાકમાં પડેલા સાંબેલાધાર ૧૫ઇંચ વરસાદના કારણે તાલુકામથક બેટમાં ફેરવાય ગયું છે. જયારે જામનગરના અન્ય પાંચ જીલ્લાઓમાં એકથીપાંચ ઇંચ વરસાદ પડ્યો છે. દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પણ છેલ્લા આઠ કલાકમાં ૨થીસાડા છ ઇંચ વરસાદ પડ્યો છે.

જામનગર જીલ્લામાં મેઘરાજાની અવિરત કૃપા વરસી છે. છેલ્લા છ કલાકની વાત કરવામાં આવે તો સવારે છ થી બે વાગ્યાના ગાળા દરમિયાન ૧ થી સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો. જેમાં જામજોધપુરમાં સવારે 6 થી બે વાગ્યાના ચાર આઠ કલાકના ગાળામાં વધુ સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. લાલપુર ધ્રોલ અને જામનગરમાં વધુ બે બે ઇંચ વરસાદ નોંધાયો હતો.

આ ઉપરાંત જોડિયામાં ગતરાતથી શરુ થયેલી ધીંગી મેઘસવારી ૧૫ ઇંચએ પહોચતા તાલુકા મથક બેટમાં ફેરવાયુ છે, જયારે જોડિયા મોરબી અને કચ્છને જોડતા ધોરીમાર્ગ પર પુલ ધરાશાઈ થઇ જતા વાહનવ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. ભારે વરસાદનાં કારણે ગ્રામ્ય પંથકમાં પણ ખેતીના પાકને વ્યાપક નુકશાન થયું છે. છેલ્લા આઠ કલાકમાં કાલાવડમાં ૧ ઇંચ વરસાદ વરસ્યો હોવાનું સતાવાર જાહેર થયું છે.

જયારે દેવભૂમિ દ્વારા જીલ્લામાં છેલ્લા આઠ કલાકના ગાળામાં ચાર તાલુકામાં બે થી સાત ઇંચ વરસાદ પડ્યો છે. જેમાં ભાણવડ તાલુકા મથકે સાડા છ ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં છેલ્લા બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભાણવડની ફલકું અને નકટી નદી બે કાંઠે થઈ હતી. જ્યારે ફલકું નદી પર મુખ્ય બજારનો પુલ પાણીમાં ગરકાવ થયો હતો. ભાણવડ પાસે આવેલ વર્તુ – 2 ડેમ 16 દરવાજા 3 ફૂટ ખોલવમાં આવતા ભાણવડ અને પોરબંદર ના અનેક નીચાણવાળા વિસ્તારો ને એલર્ટ કરાયા છે. આ પ્રક્રિયાથી વધુ છઠી વાર રાવલગામ બેટમાં ફેરવાઈ જવાની શક્યતાઓ ઉભી થઈ છે. જયારે ખંભાળીયા અને કલ્યાણપુરમાં અઢી-અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ દ્વારકામાં ત્રણ ઇંચ વરસાદ પડી ગયા હોવાના અહેવાલો સાંપડયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here