જામનગર : કોવીડ હોસ્પિટલમાં મૃત્યુ પામેલ મહિલાના સબંધીઓએ મચાવ્યો હોબાળો, મૃત્યુના કારણે નહિ, ચોંકાવનારું કારણ

0
897

જામનગર : શહેરની જીજી હોસ્પીટલમાં આવેલી કોવીડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક મહીલા દર્દીના મૃત્યુ બાદ તેના દાગીના ગાયબ થઇ જતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો.

જામનગર શહેરના કોવીડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક મહિલાનું આજે મૃત્યુ નીપજ્યું હતું. જેને લઈને હોસ્પિટલ પ્રશાશન દ્વારા તેના પરિવારજનોને જાણ કરાઈ હતી. હોસ્પિટલ પહોચેલા પરિવારજનોના હાથમાં જયારે મૃતદેહ આવ્યો ત્યારે તેના દેહ પરથી તેણીએ પહેરેલા દાગીના ગાયબ હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો હતો. જો કે હોસ્પિટલ પ્રશાશને આ બાબતે કઈ જાણતા ન હોવાનું કહેતા હોબાળો થયો હતો. આ બાબતે પરિવારજનો દ્વારા ઉગ્રતા પકડવામાં આવતા અને મૃતદેહ સ્વીકારવાનીનાં પાડી દેતા પરિસ્થિતિ વધુ વણસી હતી. અને મામલો ઉગ્ર બન્યો હતો. જો  કે આ મામલે છેલ્લા અહેવાલ મુજબ પરીવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો નથી, ત્યારે પરિવારે પોલોસ ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here