દુંદાળા દેવની આરાધનાતો ખરી પણ તંત્રએ વધુ એક નિયંત્રણ લાદ્યું

0
574

જામનગર: દરવર્ષે રંગેચંગે ઉજવાતો ગણપતિબાપાનો ઉત્સવ આ વર્ષે કોરોનાને લઇને ફિક્કો-ફિક્કો ભાશી રહ્યો છે. તંત્ર દ્વારા પણ આ વખતે નિયંત્રણો મૂકી દેવતા ગણપતિ ઉત્સવમાં ઉણપ આવી છે. છતાં પણ ઘરે ઘરે બાપ્પાને વિધ્યમાન કરવામાં આવ્યા છે, ત્યારે તંત્ર તરફથી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. જેને લઇને ધર્મપ્રેમી નાગરિકોનો ઉત્સાહ પણ ઓસરતો ચાલ્યો છે.

ગણપતિ…બાપ્પા…મોરયાના નાદ સાથે ગણેશચતુર્થી પૂર્વેના સપરમાં દિવસોમાં જામનગર સહીત દેશભરમાં દુંદાળાદેવની આરાધના કરવામાં આવે છે. આ વર્ષે કોરોનાના કારણે રંગેચંગે ઉજવાતાઆ ઉત્સવમાં ઓટ આવી છે. જામનગરની વાત કરવામાં આવે તો દરવર્ષે નાના મોટા ૫૦૦ ઉપરાંત પંડાલોમાં ગણપતિને પ્રસ્થાપિત કરી ત્રણ પાંચ સાત કે અગિયાર દિવસ દરમિયાન આરાધના કરતા હોય છે. નક્કી કરેલા દિવસે બાપ્પાની મૂર્તિને પાણીમાં પધરાવવામાં આવે છે. આ વર્ષે કોરોનાના કારણે પંડાલોને માન્યતા નથી આપવામાં આવી અને ધર્મપ્રેમી પોતાના ઘરે જ દુંદાળા દેવને પ્રસ્થાપિત કરી આરાધના કરી રહ્યા છે. ત્યારે આ ધર્મપ્રેમી અરધકોને પણ તંત્રએ જટકો આપ્યો છે. તંત્ર દ્વારા સૂચીત કરવામાં આવ્યા મુજબ કોઈપણ ભાવિક જન્સ્થાનોમાં ગણપતિને પધરાવવા નહિ જઈ શકે. વહીવટી તંત્રએ ચોક્કસ જગ્યાઓ જેમાં રોજીબંદર, બાલાચડી સહીતના સ્થળોએ પોલીસ બંધોબસ્ત ગોઠવી દીધો છે. ગણેશભકતોને પોતાના આંગણે જ વિસર્જિત કરવા સુચના આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here