જામનગર : સોમવાર બપોર થી આજે વહેલી સવાર સુધીમાં પાંચ વખત ધરા ધ્રુજી, આવી છે તીવ્રતા

0
581

જામનગર : જામનગર જીલ્લામાં સતત હળવા ભૂકંપના આચકા નોધાઇ રહ્યા છે. ગઈ કાલે ભારે વરસાદમાં પણ આ સિલસિલો ચાલુ  રહ્યો હતો. ગઈ કાલે બપોરે બાદથી આજે વહેલી સવાર સુધીના ૧૮ કલાકના ગાળામાં પાંચ આંચકા અનુભવાયા હતા. જેના કારણે ભય યથાવત રહ્યો છે.

જીલ્લામાં ભૂકંપના હળવા આચકાનો પ્રવાહ વણ થંભ્યો રહ્યો છે. ગઈ કાલે સોમવારે બપોરે બાદ ૩:૩૯ વાગ્યે ૨.૫ની તીવ્રતા ધરાવતો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેનું કેન્દ્ર બિંદુ લાલપુરથી ૩૧ કિમી દુર કાલાવડ પંથકનું બાંગા ગામ નોંધાયું હતું. આ આંચકો જમીનથી ૧૨.૧ કિમીની ઊંડાઈએથી સ્ફૂર્તિ થયો હતો. જયારે સાંજે ૬:૪૦ વાગ્યે ૧.૮ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો  જેનું કેન્દ્રબિંદુ કાલાવડ નજીક દુધાળા ગામ નજીક નોંધાયું હતું. આ ભૂકંપ જમીનથી ૩.૧ કિમીની ઊંડાઈએ ઉદ્ભવ્યો હોવાનું સામે આવ્યું છે. જયારે એક કલાક બાદ વધુ એક આંચકો અનુભવાયો હતો, જે સાંજે ૭:૩૪ વાગ્યે ૨.૫ની તીવ્રતા ધરાવતો હતો, આ આંચકો પણ કાલાવડ પંથકના બાંગા ગામેથી કેન્દ્રિત થયો હતો.

જયારે આજે મોડી રાત્રે ૨:૦૮ વાગ્યે ૨.૨ની તીવ્રતા ધરાવતો આંચકો અનુભવાયો હતો. સાડા ત્રણ કિમી ઊંડાઈએ ઉદ્ભવેલ આ આંચકાનું કેન્દ્રબિંદુ લાલપુરથી ૧૮ કિમી દુર કાલાવડ તાલુકાનું કરણા ગામે નોંધાયું છે. જયારે વહેલી સવારે ૬:૧૧  મીનીટે ૨.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે જેનું કેન્દ્ર બિંદુ લાલપુરથી ૩૧ કિમી દુર કાલાવડ પંથકમાં દુધાળા ગામ નજીક નોંધાયું છે. જયારે આ આંચકો જમીનથી પાંચ કિમી ઊંડાઈએ ઉદ્ભવ્યો હોવાનું પણ નોંધાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here