રેઇન અપડેટ્સ : જોડિયાના પીઠડમાં જમાજમ દસ ઇંચ વરસાદ, અન્ય ગામડાઓની આ સ્થિતિ

0
574

જામનગર : જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ગઈ કાલે એક થી દસ ઇંચ વરસાદ પડી ગયો છે. હજુ પણ એક દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી આવી છે.

સોમવારે સવારે છ વાગ્યાથી આજે મંગળવારે સવારે છ વાગ્યા સુધીના પુરા થતા ૨૪ કલાકના ગાળામાં જામનગર જીલ્લાની વાત કરવામાં આવે તો જામનગરમાં બે ઇંચ, લાલપુરમાં અઢી ઇંચ, કાલાવડમાં સવા ઇંચ, ધ્રોલ અને જોડીયામાં બબ્બે ઇન્ચ વરસાદ પડ્યો છે. જયારે સૌથી વધુ વરસાદ જામજોધપુરમાં નોંધાયો હતો જામજોધપુરમાં દિવસ દરમિયાન સાડા પાંચ ઇંચ વરસાદ પડી ગયો હતો.

જયારે ગ્રામ્ય પંથકની  વાત કરવામાં આવે તો જોડિયા તાલુકાના હડિયાણામાં એક ઇંચ, બાલભામાં એક અને પીઠડ ગામે દસ ઇંચ વરસાદ પડ્યો છે. જયારે જામનગર તાલુકાનાની વાત કરીએ તો વસઈમાં અને લાખાબાવળમાં પોણો,  મોટી બાણુંગારમાં એક, ફ્લામાં દોઢ અને ધુતારપરમાં બે તેમજ અલીયા અને દરેડમાં એક એક ઇચ વરસાદ નોંધાયો છે. જયારે કાલાવડ તાલુકાના નિકાવા, મોટા પાંચદેવડા અને મોટા વડાળામાં એક-એક ઇંચ, નવાગામ અને ભલસાણ બેરાજામાં દોઢ અને ખરેડીમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો. જયારે જામજોધપુર તાલુકાના સમાણા અને શેઠ વડાળા અને જામવાડીમાં ત્રણ ઇંચ તેમજ ધુનડામાં સવા બે ઇંચ ધ્રાફામાં પોણા ચાર ઇંચ, પરડવામાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો. દેવભૂમિ દ્વારકા જીલ્લાની વાત કરીએ તો કલ્યાણપુર તાલુકાના સાડા ત્રણ ઇંચ, ખંભાલીયામાં અઢી ઇંચ અને દ્વારકામાં ત્રણ ઇંચ ઉપરાંત વરસાદ વર્ષી ગયો છે. જયારે આ જીલ્લામાં સૌથી વધુ ભાણવડ પંથકમાં નોંધાયો છે જેમાં ભાણવડમાં સાડા છ ઇંચ વરસાદ પડી ગયો હતો. આજે વધુ ભારે વરસાદની આગાહી હોવાથી વધુ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here