નફફટ : થોડી મિનીટ્સમાં બે યુવાનોના મોત, હોસ્પીટલ તંત્રએ કહ્યું પેલા બીલ, પછી બોડી

0
857

જામનગર : ખાનગી હોસ્પિટલ અને ખાનગી ડોક્ટરો પૈસા માટે અવારનવાર માનવતા ચુકી જતા હોવાના અવારનવાર બનતા બનાવો સામે આવતા રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે મહેસાણાથી અહીની એક ખાનગી હોસ્પિટલમાં અકસ્માતમાં ઘવાયેલ બે યુવાનોને હોસ્પિટલ ખસેડાયા બાદ માત્ર થોડી મીનીટોની સારવાર આપવામાં આવી ત્યાં બંનેના મૃત્યુ નીપજ્યા હતા. જેને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતી. આ શોક ત્યારે બેવડાઈ ગયો જયારે હોસ્પિટલ પ્રસાસને મોટું બીલ આપી કહી દીધું કે પ્રથમ બીલ ચૂકવો પછી મૃતદેહ લઇ જજો, મૃતકોના પરિવારજનોના આવા આક્ષેપોને લઈને ચકચાર મચી ગઈ છે.

તમે શંકુ વોટર પાર્કનું નામ તો સાંભળ્યું જ હશે. મહેસાણામાં આવેલ આ એકમે પોતાની ખાનગી હોસ્પિટલ પણ ઉભી કરી છે. આ જ હોસ્પીટલમાં આજે અકસ્માતે ઘવાયેલ બે યુવાનોને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં થોડી જ મીનીટસની સારવાર બાદ બંને યુવાનોના મૃત્યુ નીપજયા હતા. બંને યુવાનોના મૃત્યુથી રાજપૂત પરિવારમાં શોકનું  મોજું ફરી વળ્યું હતું. જો કે ત્યારબાદ હોસ્પિટલ પ્રસાસને જે ઝટકો આપ્યો તેનાથી શોક બેવડાઈ ગયો હતો. જુજ મિનીટસની સારવારનું આ જ હોસ્પીટલે આપ્યું રૂપિયા ૧૯૫૦૦નું બીલ, પ્રથમ આ બીલ ભરપાઈ કરો પછી જ મૃતદેહ આપવામાં આવશે એમ હોસ્પિટલ તંત્રએ કહ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો હતો.  હોસ્પિટલની નફ્ફટાઈને લઈને પરિવાર સહિત તેના સગા સબંધીઓમાં રોષ ફેલાઈ ગયો હતો. પરિવારે એવો આક્ષેપ લગાવ્યો છે હોસ્પિટલ તંત્રએ કોઈ સારવાર જ કરી જ નથી. મેઉ ગામના બંને રાજપૂત યુવાનોના મૃત્યુના પગલે હોસ્પિટલમાં રાજપૂત સમાજના આગેવાનો ઉમટી પડયા હતા. પરિવારજનોના આ આક્ષેપ સાચા હોય તો ખાનગી હોસ્પિટલ માટે અતિ ખરાબ બાબત છે. સરકારે પણ આ બાબતે ગંભીરતા દાખવી ઘટતું કરવું જોઈએ એમ પણ પરિવારજનોએ માંગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here