જામનગર : ગુજરાત ટેકનોલોજી યુનીવર્સીટીની વેબસાઈટ હેક કરી થયેલ ડેટા ચોરી પ્રકરણમાં નવો ઘટ:સ્પોટ થયો છે. પોલીસે વેબ સાઈટ હેક કરનાર સખ્સને પકડી પાડ્યો છે. જેની પૂછપરછમાં ચોકાવનારું કારણ બહાર આવ્યું છે.
તાજેતરમાં ગુજરાત ટેકનોલોજી યુનીવર્સીટીની વેબસાઈટ હેક થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. યુનિવર્સીટીના કોઈ સખ્સે જ ડેટા લીક કરવા માટે આ કૃત્ય કર્યું હોવાની વહેતી થયેલી વાતો વચ્ચે પોલીસે તપાસ શરુ કરી હતી. જેમાં સમગ્ર પ્રકરણ વડોદરાથી ચાલ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં વડોદારામાં રહી એન્જીનીયરીંગનો અભ્યાસ કરતો એરોન વર્ગીસ નામના વિદ્યાર્થીએ આ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. આ વિદ્યાર્થીનો મતલબ ડેટા ચોરી કરવાનો ન હતો એમ પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે. આ વિદ્યાર્થીએ આગામી પરીક્ષાઓ રદ થાય તેવા હેતુથી સાઈટ હેક કરી હોવાનું સામે આવ્યું છે. સાયબર ક્રાઈમ પોલીસે આ વિદ્યાર્થીની કાયદેસરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.