જામનગર : ૯ લાખનું મકાન ૩ લાખ આપી પચાવી પાડતો સખ્સ, ડોકટરે ફરિયાદ નોંધાવી

0
897

જામનગર : જામનગરમા મિલકત પચાવી પાડવાની વધુ એક ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે. જેમાં વૃદ્ધ ડોક્ટર મહિલાની વારસાઈ મકાન ખરીદી એક સખ્સે ત્રણ લાખ આપ્યા બાદ વધુ છ લાખની રકમ ન ચૂકવી ધાકધમકી ઉચ્ચારી હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. આ સખ્સે છેલ્લા પાંચ વર્ષથી મકાન પચાવી પાડ્યું હતી. અંતે મકાન પરત નહી કરાતા પોલીસ દફતરે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જામનગરમાં કડીયાવાડ ટીંબાફળી નાની પીપળા શેરીમાં રહેતા ડોક્ટર નિર્મળાબેન જાદવજીભાઈ ગોહિલએ જામનગરના જ પીન્ટુ ઉર્ફે ગજેન્દ્રસિંહ એમ જાડેજા સામે સીટી બી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં વર્ષ ૨૦૧૫માં આરોપીએ મહિલા પાસેથી પોતાના પિતાની વારસાઈ માલિકીનું મકાન રૂપિયા નવ લાખમાં ખરીદ કર્યું હતું. જે તે સમયે આરોપીએ ત્રણ લાખ રૂપિયા આપી મકાન પર કબજો જમાવી લીધો હતો. પ્લોટ નમ્બર ૭૩/૭૪માં આવેલ મકાનને ખરીદ કર્યા બાદ પૂરી રકમ ચૂકતે નહી કરી આરોપીએ મકાનમાં ગેર કાયદે પ્રવેશ કરી વૃદ્ધ મહિલાને જાનથી મારી અખ્વાની ધમકી આપી હતી. આ બાબતે મહિલાએ એસપીને રજૂઆત કર્યા બાદ આજે સીટી બી ડીવીજન પોલીસે આરોપીએ મકાન પચાવી પાડ્યાની ફરિયાદ નોંધી છે. આ પ્રકરણ અંગે મહિલા પીએસઆઈ સામાણીએ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here