જામનગર : જીલ્લા પંચાયતના કર્મચારીની પત્ની સાથે પતી પોલીસકર્મીને અનૈતિક સબંધની આશંકાથી પત્નીએ કર્યું આવું કૃત્ય

0
612

જામનગર : જામનગરમાં રણજીતનગર વિસ્તારમાં એક પરિણીતાને બોલાવી અન્ય મહિલા અને તેની સાથેના અજાણ્યા સખ્સે મારકૂટ કરી ઢસડી, નિર્લજ અડપલા કર્યાની મહિલા પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાઈ છે. પરિણીતાએ દસ દિવસ પૂર્વે આરોપીઓ સામે કરેલ પોલીસ ફરિયાદના સમાધાન માટે બોલાવી મારકૂટ કરી હોવાનું પોલીસમાં જાહેર થયું છે. આરોપી મહિલાએ તેણીને પોતાની સૌતન સમજી આ કૃત્ય આચર્યું હોવાનો ફરિયાદમાં આરોપ લગાવાયો છે.

જામનગરમાં રણજીતનગર જુનો હુડકો વિસ્તારમાં બનેલ બનાવની વિગત મુજબ, શહેરના પોલીસ હેડ ક્વાટર પાછ્ળ ગોલ્ડલ સીટીની સામે તંબોલીભવન એ વિંગ ૪૦૪ જેસલબેન વિશાલભાઈ હિમંતભાઈ ત્રિવેદી નામના પરિણીતાએ સંગીતાબેન અજયસિંહ  રણજીતસિંહ ચૌહાણ રહે, પોલીસ હેડ ક્વાર્ટર તથા એક અજાણ્યા સખ્સ સામે આઈપીસી કલમ ૩૪૧,૩૫૪, ૩૨૩,૫૦૪,૫૦૬(૨), ૧૧૪ મુજબ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણીએ તાજેતરમાં આરોપી સંગીતાબેન સામે પોલીસમા ફરીયાદ કરી હતી. આરોપીના પતી અજયસિંહ સાથે તેણીને આડા સબંધ હોવાની શંકા કરી હતી. આ બાબતને લઈને અજયસિંહે જેસલ બેનને સમાધાન (માફી) માટે હુડકો ખાતે સગાના ઘરે બોલાવી હતી ત્યારે આરોપી સંગીતાબેને પકડી મારકુટ કરી ભુંડા બોલી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે અજાણ્યા માણસે જેસલબેનને ઢસડી અને તેણીના શરીરમા અડપલા કરી હુમલો કરી એકબીજાએ મદદગારી કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અજયસિંહ જીલ્લા પોલીસમાં ફરજ બજાવતા હોવાનું અને ફરિયાદી મહિલાના પતિ જીલ્લા પંચાયતની હેલ્થ શાખામાં ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here