જામનગર : કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓની પોલીસે ઢસડીને કરી અટકાયત

0
450

જામનગર : જામનગરમાં લાલબંગલા પાસે વિરોધ પ્રદર્શન કરતી મહિલાઓની પોલીસે અટકાયત કરી છે. વધતી મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કરતી મહિલાઓએ દેશી ચુલા પર રસોઈ બનાવી, સુત્રોચ્ચાર કરી સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો.

સતત વધતી જતી મોંઘવારીએ ગરીબ મધ્યમ વર્ગની કમ્મર તોડી નાખી છે. ગેસ સીલીન્ડર અને ખાદ્ય ચીજ વસ્તુઓ સહિતની જીવન જરૂરી જણસોના સતત વઘતા જતા ભાવને લઈને આજે જામનગર મહિલા કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. લાલબંગલા ખાતે એકત્ર થઇ મહિલાઓએ દેશી ચુલા પર રોટલા બનાવી વિરોધ કર્યો હતો. સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી દેખાવ કરતા પોલીસ હરકતમાં આવી હતી. લાલબંગલા ખાતે સરકારની ઝાટકણી કાઢતા બેનરો સામે મહિલાઓ વધુ ઉગ્ર બને તે પૂર્વે પોલીસે તમામ મહિલાઓની અટકાયત કરી પોલીસ હેડકવાટર લઇ ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here