ભાણવડ : શહેર ભાજપ હોદ્દેદારનો ધરાર પ્રણયફાગ, પછી પદ પણ ગુમાવ્યું, આવી છે કહાની

0
705

જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના શહેર ભાજપના મહામંત્રીને પદ ગુમાવવાનો વારો આવ્યો છે. કારણ છે મહાસયના પ્રણયફાગ, મૂળ ભાણવડની આદિપુર ખાતે સાસરે રહેતી પરિણીતા સાથે ફેસબુક પર પરિચય કેળવી, સબંધ વિક્સાવી, સબંધોની હદ વટાવી તેની સાથે શારીરિક સબંધ બાંધી પરાણે મૈત્રી કરાર કરાવી શારીરિક શોષણ કરી, તેણીના બીભત્સ ફોટાને આગળ ધરી વધુ શારીરિક શોષણ કરવાના પ્રયાસો કર્યાની ખુદ પરિણીતાએ આદિપુર પોલીસ દફતરમાં ફરિયાદી અરજી કરી છે. આ કહાનીની જાણ થતા જીલ્લા ભાજપએ ગંભીર નોધ લઇ તેને હોદ્દા પરથી દુર કરી નાખ્યા છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ ભાજપમાં હાલ પૂર્વ મહામંત્રી ચર્ચાની એરણે ચડ્યા છે. યોગેશ રાઠોડ નામના યુવા હોદ્દેદાર સામે આદિપુર રહેતી એક પરિણીતાએ આદિપુર ખાતે ફરિયાદ નોંધાવી છે. મૂળ ભાણવડની પરિણીતાના લગ્ન તેની જ જ્ઞાતિના યુવાન સાથે થયા બાદ આદિપુર સાસરે ગયા હતા. આ સંસારમાં એક પુત્રનો પણ જન્મ થયો હતો. સમય જતા પતિ સહિતના સાસરિયાઓ સાથે વિખવાદ શરુ થયા હતા. આ વિખવાદ વચ્ચે તેણીને યોગેશ રાઠોડની સાથે ફેસબુક પર ફ્રેન્ડરીક્વેસ્ટ આવી હતી. જેનો તેણીએ સ્વીકાર કાર્ય બાદ બંને વચ્ચે સબંધો વધુ ગહેરા બન્યા હતા. દરમિયાન તેણીને પતી સાથે વિખવાદ થયા બાદ તેણીની પુત્ર સાથે ભાણવડ આવી હતી. ત્યારે જામનગર પહોચી યોગેશે તેણીને પીકઅપ કરી, હોટેલમાં સહવાસ માણ્યો હતો. ત્યારબાદ સાસરે જતી વખતે પણ યોગેશે જામનગર પહોચી તેણી સાથે ફરી વખત શારીરિક સબંધો બાંધ્યા હતા. આ દરમિયાન તેણીને પતિ સાથે ફરી સબંધ મજબુત બની ગયા હતા. પરંતુ યોગેશને આ બાબત પસંદ નહી પડતા તે વારે વારે આદિપુર જઈ તેની સાથે સબંધ બાંધતો હતો. તેણીએ કરેલ વિડીઓ કોલ દરમિયાન તેણીના બીભત્સ સ્ક્રીન શોટ અંગે જણાવી તેણીને બદનામ કરશે તેમ કહી પરાણે મૈત્રી કરારમાં સહી કરાવી, આદીપુરથી રાજકોટમાં રૂમ રાખી રહેવા લાગ્યા હતા. જો કે એક જ મહિનામાં યોગેશના કારનામાનો તાગ મળી જતા તેણીએ તેના ભાઈને જાણ કરી હતી ત્યારબાદ તેણીનો ભાઈ રાજકોટ આવી તેણીને ભાણવડ લઇ ગયો હતો. ત્યારબાદ તેણી આદિપુર ખાતે પરત સાસરે ચાલી ગઈ હતી. છતાં પણ આરોપીએ પોતાની હરકતો ચાલુ રાખતા તેણીને ગઈ કાલે તેની વિરુદ્ધ આદિપુર પોલીસમાં ફરિયાદી અરજી કરી છે. હાલ ભાજપ સંગઠનમાં રહેલ આ હોદ્દેદારને હટાવી દેવામાં આવ્યા છે. સુત્રોનું  માનવામાં આવે તો આ પ્રકરણ જ હોદ્દેદારને નડી ગયું છે. જોકે આ બાબતે ભાજપ પ્રમુખનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સંપર્ક થયો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here