જામનગર: હાલારમાં એક વર્ષમાં પકડાયો 22 કિલો માદક પદાર્થ, 76ની ધરપકડ

0
660

જામનગર: જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને સાંકળતા હાલારમાં છેલ્લા એક વર્ષમાં 22 કિલો માદક દ્રવ્યનો જથ્થો પકડાયો હોવાનો ખુલાસો વિધાનસભામાં સરકારે કર્યો છે. જેમાં હેરોઇન ડ્રગ્સનો સાત કિલો જથ્થો સમાવેશ છે. સાથે સાથે 76 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને હજુ છ શખ્સો પોલીસ પકડથી બહાર છે.

ચાલુ વિધાનસભામાં ખંભાળિયા ધારાસભ્ય દવારા સવાલ કરવામાં આવ્યો હતો કે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં તા.૩૧/૧૨/૨૦૨૧ની સ્થિતિએ છેલ્લા બે વર્ષ વાર દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાંથી જિલ્લાવાર ગેરકાયદેસર ડ્રગ્સનો કેટલો જથ્થો પોલીસ દ્વારા પકડવામાં આવ્યો? તથા ગેરકાયદેસર ડ્રગ્સનું વેચાણ અને હેરાફેરી
અટકાવવા શા પગલાં લેવામાં આવ્યા? અને ઉકત સ્થિતિએ વર્ષવાર કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી અન કેટલા આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે? આ સવાલ સામે ગૃહ મંત્રી દ્વારા પ્રત્યુતર પાઠવવામાં આવ્યો હતો કે,


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.૧/૧/૨૦૨૦ થી તા.૩૧/૧૨/૨૦૨૦ સુધીમાં અલગ અલગ જાતના ડ્રગ્સ જેમ કે ગાંજો (૯.૮૬૧) કિલોગ્રામ, ચરસ (૬.૭૩૨)કિલોગ્રામ
પકડાયા હતા. જયારે જામનગર જિલ્લામાં તા.૧/૧/૨૦૨૦ થી તા.૩૧/૧૨/૨૦૨૦ સુધીમાં અલગ અલગ જાતના ડ્રગ્સ જેમ કે ગાંજો (૫.૫૧૦)કિલોગામ, મેડોન (૨૬.૮૫)મીલીગ્રામ, ડ્રગ્સનો જથ્થો પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષવાર તા.૧/૧/૨૦૧૦ થી તા.૩૧/૧૨/૨૦૨૦ સુધીમાં કુલ ૩૧ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે અને ૧ ઈસમની ધરપકડ કરવાની બાકી છે. જયારે જામનગર જિલ્લામાં તા. ૧/૧/૨૦૧૦ થી તા.૩૧/૧૨/૨૦૨૦ સુધીમાં કુલ ૪૪ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે અને ૦૬ ઈસમની ધરપકડ કરવાની બાકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here