ખંભાલીયા: ૧૪ વર્ષીય બાળકીએ લગ્ન કરવાની ના પાડી છતાં પરિવાર કરાવતો હતો લગ્ન

0
785

જામનગર: ખંભાલીયા અભયમની ટીમ દ્વારા બે બાળકોના લેવાયેલ લગ્ન અટકાવી સામાજિક જવાબદારી પૂર્ણ કરી છે. બાળકીને તો સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપી સાંત્વના આપવામાં આવી  હતી. બાળકી લગ્નની ના પાડતી હતી છતાં પણ પરિવાજનોએ લગ્ન કરાવવા તત્પર થયા હોવાનું સામે આવ્યું  છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇન, સ્થાનિક પોલીસ અને સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા બાળ લગ્ન અટકાવવામાં આવ્યા હતા. જિલ્લા મહિલા અને બાળ અધિકારી ચંદ્રેશ ભાંભીના માર્ગદર્શન સાથે દહેજ પ્રતિબંધક અધિકારી પ્રફુલ જાદવ અને સેન્ટરની ટીમના સંયુક્ત પ્રયાસથી એક જગ્યાએ યોજાયેલ બાળ લગ્ન અટકાવવામાં આવ્યા હતા. ટીમ દ્વારા સ્થળ પર પહોચી બંને પરિવારને બાળ લગ્ન કરવાએ કાનુની અપરાધ છે એવી સમજણ આપી દિકરીના કાયદાની જોગવાઇ અનુસાર લગ્ન કરવા પણ સમજ આપી હતી. બંને પરિવારજનોને નાની વયમાં થતા લગ્નથી દિકરીને ભવિષ્યમાં પડતી મુશ્કેલીઓથી અવગત કરાવવામાં આવ્યા હતા. ટીમ દ્વારા બંને પુખ્તવયના  થાય ત્યારબાદ જ લગ્ન કરવા માટે લેખિત બાંહેધરી લીધી હતી. ટીમ દ્વારા દિકરીના દાદાને દિકરી સોપવામાં આવી હતી.

આ અંગે સેન્ટર પર આ બાળકીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં બાળકીના પિતા દ્વારા એક મોટી ઉંમરના યુવક સાથે ફુલહાર કરીને બાળકીના લગ્ન કરાવવાના હતા જે લગ્ન માટે બાળકી પોતે પણ તૈયાર ન હોવા છતાં આ લગ્ન કરાવવામાં આવી રહ્યા હતા. જેને લઈને ટીમે સમયસર કામગીરી કરી બાળ લગ્ન થતા અટકાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here