જામનગરના ગોકુલનગર વિસ્તારમાં એક પરીવાર અચાનક ગુમ થયો છે. પોલિસને જાણ થતા પોલિસ ગુમ થયેલા પરીવારની શોધ શરૂ કરી છે. એક પરીવારના 5 સભ્યો 11 માર્ચથી ગુમ થયા છે. અચાનક એક પરીવારના 5 સભ્યો એક સાથે ગુમ થયા છે. જેનુ કારણ પણ જાણી શકાયુ નથી.

જામનગરના ગોકુલનગર રડાર રોડ પર ભાડાના મકાનમાં રહેતા એક પરીવારના પાંચ સભ્યો ગુમ થયા છે. જે 11 માર્ચથી પરીવાર ગુમ થયો છે. જેના મકાન માલિક પ્રફુલભાઈ સવાણી અને તેના સગા પણ તેના ગુમ થયાનુ કારણ જાણતા નથી. ગોકુલનગરના રડાર રોડ પાસે ભાડાના મકાનમાં રહેતા પરીવારને તેના સગાએ તેના મકાનમાલિકને પુછતા માલુમ થયુ કે 11 માર્ચથી પરીવાર ના 5 સભ્યો ગુમ થયા છે.

જેના મોબાઈલ ફોન બંધ છે. અને કયા ગયા છે કોઈને જાણ નથી. ગુમ થયેલા પરીવારના સભ્ય અરવિંદ નિમાવત, શિલ્પાબેન અરવિંદ નિમાવત, કિરણ અરવિંદ નિમાવત, રણજીત અરવિંદ નિમાવત, અને કરણ અરવિંદ નિમાવત ગુમ થયેલ છે. જે ગોકુલનગર રડાર રોડ પર પોતાના મકાન નજીક એક રેસ્ટોરન્ટ ચલાવે છે. અરવિંદભાઈ નિમાવત પોતે તેની પત્ની, એક પુત્રી, અને 2 પુત્ર પાંચ સભ્યો એક સાથે ગુમ થયા છે.

પરીવારના પાંચ સભ્યો દિવસ પર રેસ્ટોરન્ટમાં કામ કરતા તેથી ઘર મોટાભાગે બંધ રહેતુ હોય. પરંતુ 11 તારીખ રેસ્ટોરન્ટ ના ખુલ્લા આસપાસના લોકોએ તેમના મિત્ર વીનુંભાઈ ગોસ્વામીને પુછયુ હતું જેને લઈને તેમના મિત્રે તેમના સગાને જાણ કરી હતી. તેમના સગાને જાણ થતા તેમના સગાએ પોલિસની મદદ લીધી. અને પોલિસને જાણ થતા જ પોલિસે આ પરીવારની શોધ શરૂ કરી છે. કેવી રીતે આખો પરીવાર ગુમ થયો છે. કોઈ જગ્યાએ ચાલ્યા ગયા છે. તે અંગે જાણી શકાયુ નથી. ગુમ થવાનુ કારણ પોલિસ શોધી રહી છે. છેલ્લે ગુમ થયો તે રાત્રે પરિવારના તમામ સભ્યો બે ત્રણ થેલા સાથે ઘરેથી ક્યાંક ચાલીને નીકળ્યા હતા એમ પડોશીઓએ જણાવ્યું છે. પણ હોળીનો તહેવાર હોવાથી દ્વારા પગપાળા જતા હશે એમ અરવિંદભાઈના મિત્ર અરવિંદ નિમાવતના મિત્રએ જણાવ્યું હતું.