જામનગર: છોકરાએ સગાઇ કરવાની ના પાડી,૧૪ વર્ષીય તરુણીએ કર્યું એવું કે..

0
901

જામનગરમાં પોલીસ હેડ ક્વાટર પાછળ આવેલ આવાસમાં રહેતા એક પરિવારની ૧૪ વર્ષીય પુત્રીએ ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો છે. પ્રેમીએ સગાઇ કરવાની ના પાડી દેતા સગીરાએ આ પગલું ભરી લીધું હોવાનું જાહેર થયું છે.

જામનગરમાં મારૂતીનગર પોલીસ હેડ કવાર્ટર પાછળ તંબોલી આવાસ પાછળ રહેતા પરિવારની ૧૪ વર્ષીય પુત્રી કિરણએ ગઈ કાલે ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે ચંપાબેન વિનોદભાઇ તખુભાઇ ગોહેલએ જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોચી મૃતકનો કબજો સંભાળ્યો હતો. પોલીસે બનાવ અંગે ચંપાબેને પોલીસમાં નિવેદન આપ્યું હતું.

જેમાં કિરણબેન પોતાની બહેન ગુલાબબહેનના દીકરા  દિનેશને પ્રેમ થઇ ગયેલ પરંતુ દિનેશની અગાઉથી જ સગાઇ થઇ ગયેલ હોય જેથી દિનેશ એ કિરણબેન સાથે સગાઈ કરવાની ના પાડી દીધી હતી. જેથી કિરણબેન ને મનમા આધાત લાગ્યો હતો આ આઘાત સહન નહી થતા તેણીએ મારા ઘરે પોતાની હાથે ગળાફાસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here