જામનગર: ડિવાઈડર ટપીને કાર બાઈક સાથે અથડાઈ, ચાલકનું મોત

0
612

જામનગર નજીકના ખંભાલીયા રોડ પર વસઈ ગામની ગોલાઈ પાસે રોંગ સાઈડમાંથી ડીવાઈડર ઠેકીને આવેલ કાર અથડાતા ગંભીર રીતે ઘવાયેલ બાઈક ચાલકનું એક સપ્તાહની સારવાર બાદ મૃત્યુ નીપજ્યુ  છે. જામનગર રહેતા બાઈક ચાલક બેડટોલ નાકે નોકરી કરવા જતા હતા.ત્યારે અકસ્માતનો ભોગ બની ગયા હતા. આ બનાવના પગલે મૃતકની દસ માસની પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

ગત તા. ૨૩/૨/૨૨ના રોજ બપોરે દોઢેક વાગ્યાના સુમારે ખંભાલિયા રોડ પર વસઇ ગામની ગોલાઇ પાસે હાઇ વે પર ખંભાલીયા તરફથી આવી રહેલ જીજે ૧૦ એસી ૭૩૫૬ નંબરની કાર ડિવાઇડર ટપી  જામનગરથી ખંભાલીયા તરફ જતા જીજે બીસી ૫૦૮૪ નમ્બરના મોટર સાયકલ સાથે અથડાઈ હતી. એકાએક રોંગ સાઈડમાંથી આવે કાર બાઈક સાથે અથડાતા જોરદાર અકસ્માત થયો હતો. જેમાં જામનગરમાં ખેતીવાડી વિસ્તારમાં રહેતા અને બેડ ગામે આવેલ ટોલનાકે નોકરી કરવા જઈ રહેલ બાઈક ચાલક હિતેશભાઈને માથા સહિતના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા પ્રથમ જામનગર બાદ અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક સપ્તાહની સારવાર બાદ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવના પગલે મૃતકની ૧૦ માસની પુત્રીએ પીતાની છત્રછાયા ગુમાવી છે. મૃતક તેના પિતાના ચાર પુત્રો પૈકી સૌથી નાનો દીકરો હતો. જયારે અન્ય ભાઈઓમાં બે સરકારી નોકરી કરે છે. જયારે પોતે દરરોજ બાઈક લઇ બેડ ટોલનાકે નોકરી કરવા જતા-આવતા હતા. રોંગ સાઈડમાંથી ડિવાઈડર ટપીને આવેલ કાર મોત બની ઘસી આવી હતી અને યુવાન કઈ વિચારે તે પૂર્વે કાર તેની પર ફરી વળી હતી. આ બનાવના પગલે પરિવારમાં શોકનું  મોજું ફરી વળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here