જામનગર: વિશ્વ જળ દિવસે જળ માટે ખેડૂતો આંદોલનના માર્ગે

0
186

વિશ્વ જળ દિવસે જ જળ માટે ખેડૂતોનું આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.જામનગરના કંકાવટી ડેમના સિંચાઈ માટે પાણી મેળવવા ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો, કંકાવટી ડેમના સિંચાઈ પાણી વિતરણમાં અન્યાયને લઈને ખેડૂતોનું ડેમ સાઇટ પર આંદોલન કરી રહ્યા છે.
જામનગર જિલ્લાના કંકાવટી ડેમ જ્યારથી બંધાયો છે ત્યારથી ડેમનું પાણી સિંચાઈ માટે અનામત રાખવામાં આવ્યું.

દર વર્ષે આ ડેમમાંથી બેરાજા, રામપર, બારાડી અને હડિયાણા સહિત ચાર ગામના 500 ખેડૂતોને સિંચાઈનો લાભ  આપવામાં આવે છે. ઉનાળુ પાક સિંચાઈ માટે ખેડૂતોએ સરકારમાં નિયત રકમ ભરી દીધી છે. સરકારે પણ 67 એમસીએફટી પાણી આપવાનો નિર્ણય કર્યો છે.પણ આ નિર્ણય ફેર બદલ કરી સરકારે 15 એમસીએફટી પાણી નદીના વેણમાં છોડી ચેક ડેમ ભરવાનો નિર્ણય કર્યો છે. જેને લઈને ખેડૂતોને સિંચાઈનું પાણી ઓછું મળતા પાક નિસફળ જશે એવી ખેડૂતોને ભીતિ છે.જો પૂરું પાણી નહીં આપવામાં આવે તો આંદોલન ચાલુ રહેશે અને ઉગ્ર પણ બનશે એમ ખેડૂતો જણાવે છે.

આ ચાર ગામના 150 ખેડૂતોને 450 હેકટરમાં ઉનાળુ પાકની સિંચાઈ માટે સાડા ચાર લાખ રૂપિયા ભર્યા છે અને નિયત મુજબ 67 એમસીએફટી પાણી આપવાનું થાય છે. પરંતુ સરકારે 15 એમસીએફટી પાણી ડેમના વહેણમાં છોડી ચેક ડેમ ભરવાનો નિર્ણય કર્યો છે. આ જથ્થો છોડવામાં આવશે તો ખેડૂતોને બે પાણની તંગી થશે જેને કારણે પાક નિષ્ફળ જશે એવી ધારણા સાથે આજે ખેડૂતો ડેમ સાઇટ પર આંદોલન પર બેઠા છે.જ્યાં સુધી પૂરતા પાણીની બાહેધરી નહિ મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here