જામનગર: દેવું વધી જતા વૃદ્ધ વેપારીએ જીવતરનો અકાળે અંત આણ્યો

0
526

જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા એક સોની વેપારીને પોતાના ધંધામાં બરકત નહી થતા અને દેવું વધી ચિંતાતુર બનેલા વેપારીએ આખરે ઝેરી દવા પી જીવતરનો અંત આણ્યો છે. જેને લઈને પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.


જામનગરમાં આપઘાતની વધુ એક ઘટના સામે આવી છે. શહેરના પટેલ કોલોની શેરી નં: ૦૭, રાજપર્થ એપાર્ટમેન્ટ સામે કેવીન ટેર્નામેન્ટમાં રહેતા મનહરભાઇ ઓધવજીભાઇ ઘઘડાએ ગઈ કાલે પોતાના ઘરે ઝેરી દવા પી જીવતર ટુકાવવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને પરિવારના સદસ્યોએ વૃદ્ધને તાત્કાલિક જીજી હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું.

જેને લઈને પત્ની સહિતના પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું હતું. આ બનાવની જાણ થતા સીટી બી ડીવીજન પોલીસ દફતરનો સ્ટાફ હોસ્પિટલ પહોચ્યો હતો અને મૃતક પત્ની હેતલબેનનું નિવેદન નોંધ્યું હતું. જેમાં તેનો પતિ મરણ જનાર મનહરભાઇ ઓધવજીભાઇ ઘઘડા ઉ.વ.૬૦ વાળા પર પોતાના ધંધા મા દેવુ વધી ગયું હોય, આ દેવાની ચીંતામા પોતાના ઘરે પોતાની જાતે ઝેરી દવા પી અંતિમ પગલું ભરી લીધું હોવાનું જાહેર થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here