નાગાબાવાના સ્વાંગમાં લુંટ કરતી ટોળકીનો સાગરિત પકડાયો, આવી રીતે કરતા લુંટ

0
849

જામનગર : એક માસ પૂર્વે શહેરના ગોકુલ નગર સાંઢીયા પુલ પાસે એક કારખાનેદારને રોકાવા નાગાબાવાના સ્વાંગમાં ત્રણ સખ્સોએ દોઢ લાખના સોનાના ચેઈનની લુંટ ચલાવી હતી. જેને લઈને એલસીબીએ એક મહિના બાદ ગાંધીનગરથી એક સખ્સને પકડી પાડ્યો છે. અન્ય બે સખ્સો સુધી પહોચવા કવાયત શરુ કરી છે.

શહેરમાં એક માસ પૂર્વે ગોકુલનગર વિસ્તાર પાસેના ઓવરબ્રીજ પાસેથી પસાર થતા એક તુષારભાઈ ઠાકરને કારમાં આવેલ ત્રણ સખ્સોએ રોકાવી લીધા હતા. નાગા બાવાના સ્વાંગમાં કાર નીચે ઉતરેલા ત્રણેય સખ્સોએ વૃદ્ધને આશીર્વાદ લેવાનું કહ્યું હતું. ગુરુ પૂર્ણિમાના દિવસે જ નાગાબાવાના સ્વાંગમાં ત્રણેય સખ્સોએ વૃદ્ધને પગે લાગવા કહી નીચે નમેલ વૃદ્ધના ગળામાંથી એક સોનાની ચેઇન આંચકી લીધી હતી. રૂપિયા ૧.૪૭ લાખની કિંમતની સોનાની ચેઈન લુંટી ગયાની મોડેથી જાણ થતા વૃદ્ધે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવના એક મહિના બાદ એલસીબી પોલીસે નાગા બાવાના સ્વાંગમાં લુંટ કરતી ગેંગના રણછોડનાથ ઢાલનાથ ભાટી નામના સખ્સની ગાંધીનગરથી ધરપકડ કરી લીધી છે. આ સખ્સે જ નાગાબાવાનું રૂપ લઇ વૃદ્ધના ગળામાંથી સોનાની ચેઈન લુંટી લીધી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ સખ્સની પ્રાથમિક પૂછપરછ કરતા રાજ્યભરમાં આવી રીતે આચરેલ લુંટનો ભેદ ઉકાલાયા હતા. જેમાં મોરબીના ટંકારા ખાતે એક મોટર સાયકલ ચાલક, ભાવનગરમાં એક, અમદાવાદ, ગાંધીનગર અને તેની આસપાસના વિસ્તારોમાંથી પણ આજ રીતે લુંટ આચરી હોવાની કબુલાત કરી છે. આ સખ્સ ઉપરાંત તેની સાથે રાજુ નટવરભાઈ પરમાર અને કેશવનાથ સમજુનાથ ભાટી સાથે હોવાનું સામે આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here