વીમો ન ચુકવતી કંપનીઓને ગુજરાત બહાર ફેકો, કિસાન સંઘ આકરા પાણીએ

0
530

જામનગર : ભારતીય કિસાન સંઘ દ્વારા આજે ગત વર્ષના કમોસમી વરસાદથી થયેલ પાક નુકશાની બાબતે વીમાની માંગ સાથે વિમાં કંપનીઓ સામે પગલા ભરવાની માંગ સાથે આવેદન પત્ર પાઠવ્યું છે

જામનગર સહિત રાજ્યભરમાં ગત વર્ષનો પાક વિમો નહી મળતા ભારતીય કિસાન સંઘ રસ્તા પર આવી છે.જામનગર કિસાન સંઘ દ્વારા આજે સરકાર અને વીમા કંપનીઓએ કરેલા અન્યાય સબંધે રેલી કાઢી હતી. ગયા વર્ષે કમોશમી વરસાદના કારણે જામનગર જીલ્લા સહીત રાજ્યભરમાં પાક નુકસાની થવા પામી હતી. છતાં પણ આજ દિવસ સુધી વિમો ચુકવવામાં આવ્યો નથી. આ બાબતને લઈને ભારતીય  કિસાન સંઘ દ્વારા આજે બેનરો અને સુત્રોચ્ચાર સાથે રેલી કાઢી કલેકટર કચેરીએ પહોચ્યા હતા. જ્યાં વીમા કંપની સામે કાર્યવાહી કરવાની માંગણી સાથે આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. સંસ્થા પ્રમુખે વીમા કંપનીઓને સરકાર છાવરતી હોવાનો આક્ષેપ કરી જો વીમો ચૂકવી ન સકે તો વીમા કંપને બ્લેક લીસ્ટ કરી રજા આપી દેવાની માંગ કરી છે. સાથે સાથે આ વર્ષે મગફળીનું બમ્પર વાવેતર થયું છે ત્યારે મબલખ પાકની સંભાવના વચ્ચે સરકાર ખરીદી અને નિકાસ સબંધિત કેવું આયોજન કરી રહી છે ? તે અત્યારથી જ જાહેર કરવું જોઈએ એવો મત દર્શાવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here