મોરબી : કાર પર કન્ટેઈનર પડતા જ મોતની ચિચિયારીઓથી માર્ગ ગુંજી ઉઠયો, ત્રણના મોત

0
611

જામનગર : મોરબી નજીક આજે બપોરે ખાખરેચી ગામના પાટિયા પાસે ગોજારો અકસ્માત સર્જાયો હતો. અહીથી પસાર થતી કાર પર મોત બની ખાબકેલા કન્ટેનરે કારમાં સારવાર ત્રણને ચગદી નાખ્યા છે. કારમાં સવાર ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ નીપજયા છે.

મોરબી જીલ્લાના માળિયા મિયાણા માર્ગ આજે રક્ત રંજીત બન્યો છે. આજે માળિયા મિયાણા નજીકના ખાખરેચી ગામના પાટિયા પાસેથી જીજે ૩૬ બી ૦૪૭૪ નંબરની કાર પસાર થઇ રહી હતી ત્યારે આ કાર પર યમ બનીને મોટું કન્ટેનર ત્રાટક્યું હતું. એકાએક ઘટી ગયેલ ઘટનામાં કારમાં સવાર એક પણ વ્યક્તિને સમજવાનો મોકો જ મળ્યો ન હતો. ધડાકાભેર કન્ટેનર માથે પડતા કારનું પડીકું વળી ગયું હતું અને કારમાં સવાર ત્રણ યુવાનોના દબાઈ જતા કમકમાટી ભર્યા મૃત્યુ નીપજયા છે. તોતિંગ વજનના કન્ટેનર નીચે આવી જતા કાર પડીકુ વળી ગઈ છે. કારમાં સવાર જે યુવાનો છે તેના દેહને કાઢવા માટે ક્રેઇનની મદદ લેવામાં આવી રહી છે. આ બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. અને બચાવ કાર્ય શરુ કર્યું હતું. જો કે કારમાં સવાર એક પણ વ્યક્તિને બચાવી સકાયા ન હતા.

આ બનાવની જાણ થતા પોલીસે સ્થળ પર પહોચી હતભાગીઓના પરિવારજનોનો સંપર્ક કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જે કાર અકસ્માતગ્રસ્ત બની છે તે કારની આરટીઓ ડીટેઇલ મુજબ કારના માલિક રવાપર ગામના બેચરભાઈ નારણભાઈ ચાડમિયા છે. પરંતુ હાલ કોઈ ઓળખ થવા પામી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here