‘સાહેબ ત્રણ માસથી પગાર નથી થયો, મદદ કરો’ કલેકટરને કોણે કહ્યું ? જાણો

0
674

જામનગર : દેશભરમાં હાલ કોરોનાકાળ ચાલી રહ્યો છે. બે સ્ટેજને વટાવી ચૂકેલ વૈશ્વિક મહામારી હાલ અનિયંત્રિત બની છે ત્યારે વહીવટી અને આરોગ્ય તંત્ર પાસે સલાહ સૂચનો આપવા સિવાય કઈ બચ્યું નથી. જામનગર કલેકટરે સોશિયલ મીડિયાના માધ્યમથી કોરોના જાગૃતિ માટે વધુ એક સંદેશો વિડીઓ રૂપે અપલોડ કર્યો હતો જેમાં નાગરિકોએ પોતાના અભિપ્રાય આપ્યા હતા. પરંતુ બે નાગરિક એવા પણ હતા કે તેઓ કોરોના કાળમાં એકાએક બેરોજગાર બની ગયા  હોવાનો દાવો કર્યો છે. પોતાને આઈટીઆઈના પ્રવાસી શિક્ષક તરીકેની ઓળખ આપી બંને કર્મચારીઓએ ત્રણ માસના બાકી પગાર માટે કલેકટર પાસે મદદ માંગી છે.

કોરોનાકાળમાં અનેક ખાનગી એકમોએ અનેક કર્મચારીઓની છટણી કરી છે અથવા પગાર પર તોતિંગ કાપ મુક્યો છે, વૈશ્વિક મહામારીની જામનગર જીલ્લામાં પણ આવી જ નકારાત્મક અસર જોવા મળી છે. જામનગર આઈટીઆઈમાં પ્રવાસી શિક્ષકો તરીકે જે કર્મચારી ફરજ બજાવે છે તેઓ હાલ મુશ્કેલીમાં મુકાયા છે. ઔદ્યોગિક તાલીમ સેન્ટરમાં વ્યવસાયિક તાલીમ બંધ થઇ જતા અનેક પ્રવાસી શિક્ષકોના પગાર પણ બંધ થઇ ગયા છે. છેલ્લા ત્રણ માસથી આવા પ્રવાસી શિક્ષકો પગારથી વંચિત રહ્યા હોવાની વિગતો સામે આવી છે.

તાજેતરમાં કલેકટર રવિ શંકર દ્વારા જામનગર કલેકટરના ટ્વીટર એકાઉન્ટમાં કોરોના જાગૃતિ ભર્યો વિડીઓ અપલોડ કર્યો હતો જેમાં ધવલ અસવાર અને પ્રફુલ્લા રાણીપાએ પોતાની વેદનાં ઠાલવી છે.  પોતે આઈટીઆઇમાં પ્રવાસી શિક્ષક તરીકે ફરજ બજાવતા હોવાની ઓળખ આપી ધવલે અસવારે લખ્યું છે કે સર, અમેં કામ વગર બહાર નથી નીકળવા માંગતા પણ સરકારે અમારો આઈટીઆઈનો પ્રવાસી શિક્ષક તરીકેનો ત્રણ માસનો પગાર આપેલ નથી. અમારી વિનંતી છે કે અમારી મદદ કરો.  આવી જ માંગણી અન્ય એક પ્રફુલ્લા રાણીપા નામના મહિલાએ પણ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here