જામનગર : જામનગર અને દેવભૂમિ દ્વારિકાને જોડતા હાલારના સંયુક્ત પ્રાંતના બંને જિલ્લાઓમાં સારો વરસાદ પડ્યો છે. જેમાં છેવાડાના દ્વારકામાં દોઢ ઇંચ જયારે જામજોધપુર, ભાણવડ અને કલ્યાણપુરમાં એક-એક ઇંચ વરસાદ પડ્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ આજે પણ માધ્યમથી ભારે પડવાની શક્યતાઓ છે. બીજી તરફ ગુરુવારે જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં એક થી સાત ઇંચ વરસાદ પડ્યો હોવાના સતાવાર અહેવાલ સાંપડ્યા છે.
ગઈ કાલે દિવસ દરમિયાન સાંજે છ વાગ્યા સુધીનો વરસાદ અગાઉના અહેવાલમાં વિગતવાર સમાવી લીધો હતો. જયારે ગુરુવાર સાંજના છ વાગ્યાથી વહેલી સવાર સુધીના રાત્રીના ગાળા દરમીયાન બંને જિલ્લાઓમાં વરસાદના અહેવાલની વાત કરીએ તો, જામનગર જીલ્લાના જામજોધપુરમાં એક ઇંચ અને જામનગર, લાલપુર, કાલાવડ અને જોડીયામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. જયારે ધ્રોલમાં રાત્રી ઝાપટા ચાલુ રહ્યા હતા.
જયારે ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકની વાત કરવામાં આવેતો જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારમાં સમાણા દોઢ ઇંચ, શેઠવડાળામાં બે ઇંચ, વાંસજાળિયામાં એક, ધુનડામાં ચાર ઇંચ, ધ્રાફામાં સવા બે ઇંચ અને પરડવા ગામમાં પણ સવા બે ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે લાલપુર તાલુકાના પીપરટોડામાં દોઢ ઇંચ, પડાણામાં પણ દોઢ ઇંચ, ભણગોરમાં પોણા બે ઇંચ અને મોટા ખડ્બામાં સાડા ત્રણ ઇંચ. મોડપરમાં દોઢ ઇંચ, ડબાસંગમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો.
જામનગર તાલુકાના વસઈ ગામમાં દોઢ ઇંચ, લાખાબાવળમાં સવા ઇંચ, મોટી બાણુંગાર એક, ફલ્લા સવા ઇંચ, જામ વંથલી દોઢ, ધુતારપરમાં સાડા ત્રણ ઇંચ, દરેડમાં અડધો ઇંચ અને અલીયાબડામાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો.
બીજી તરફ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કલ્યાણપુર અને ભાણવડ તાલુકા મથકે એક-એક ઇંચ અને ખંભાલીયમાં પોણો ઇંચ તેમજ દ્વારકા તાલુકા મથકે દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. આજે પણ વરસાદનું જોર યથાવત રહેતા વધુ વરસાદ પડવાની સંભાવના છે.
જ્યારે જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ૨૪ કલાકમાં ભાણવડ તાલુકાના વેરાડમાં ત્રણ ઇંચ, પાછતર સાત ઇંચ, મોડપર પાંચ ઇંચ, મોરજર સાડા ચાર ઇંચ અને ગુંદામાં ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો.
જયારે દ્વારકા તાલુકાના સુરજકરાડીમાં અને ઓખા તથા વરવાળા અને ટુપણી ગામે સાડા ત્રણથી ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. કલ્યાણપુર તાલુકાના ભાટિયામાં સાડા ત્રણ, લાંબા ગામમાં સાડા છ ઇંચ, રાણ પોણા ચાર ઇંચ, દેવરિયામાં ચાર ઇંચ, રાજપરામાં સાડા છ ઇંચ અને ગઢકામાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. જયારે ભોગાત અને પીંડારા ગામમાં ચાર-ચાર ઇંચ તેમજ આસોટા ગામે ત્રણ ઇંચ વરસાદ થયો હોવાના દ્વારકા ડિજાસ્ટર કંટ્રોલ રૂમ તરફથી જાણવા મળ્યું છે.