એક હજારની લાંચ, ૧૮ વર્ષે ચુકાદો, બે વર્ષની સજા, કેવો છે કેસ ?

0
789

જામનગર : રાજકોટ જીલ્લાના જસદણ તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા રણછોડભાઈ પટેલને રાજકોટ એસીબીએ વર્ષ ૨૦૦૨માં મે માસના ગાળામાં ટ્રેપ ગોઠવી રૂપિયા એક હજારની લાંચ લેતા પકડી પાડ્યા હતા. જે તે સમયે રાજકોટ એસીબી દ્વારા ટીડીઓ સામે ભ્રષ્ટાચાર અધિનિયમ મુજબ ફરિયાદ નોંધી, તપાસ  કરી, સમયે ચાર્જ સીટ મૂકી કાયદાકીય કાર્યવાહી કરી હતી. દરમિયાન હાલ વર્ગ બે અધિકારી સામે એડીશનલ સેસન્સ કોર્ટમાં કેશ ચાલતો હતો. લાંબા સમય ચાલેલ કેસમાં તમામ પાસાઓ ચકાસવામાં આવ્યા હતા. તમામ સાક્ષીઓ અને પંચોના નિવેદનો લેવાયા હતા. તેમજ સરકાર પક્ષે પણ વકીલ દ્વારા ઊંડાણ પૂર્વકની દલીલો કરવામાં આવી હતી. ૧૮ વર્ષ પૂર્વે થયેલ ટ્રેપ વર્ષો બાદ તાજી થઇ છે કારણકે આજે મંગળવારે આ કેસ સંદર્ભે એડીશનલ સેસન્સ કોર્ટ દ્વારા અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે તત્કાલીન આરોપી ટીડીઓને તકસીરવાર ઠેરવી, બે વર્ષની સખ્ત કેદની સજા ફરમાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here