હાલારના ગ્રામ્ય વિસ્તારોમાં સતત છટ્ઠા દિવસે મેઘમલ્હાર

0
559

જામનગર : જામનગર જીલ્લામાં ચોમાસું બેસી ગયું છે. કારણે કે છેલ્લા પાંચ દિવસથી બપોર બાદ મેઘરાજાની સવારી આવી પહોચે છે. આજે સતત છઠ્ઠા દિવસે સવારથી જ વરસાદી માહોલ રચાયો હતો. હવામાન વિભાગે તો ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી. પરંતુ આગાહી માત્ર ચાર તાલુકા પુરતી હોય તેમ જામનગર અને ધ્રોલ, કાલાવડ અને જામજોધપુર તાલુકાને ફળી હતી. જામનગર શહેરમાં અડધો ઇંચ અને લાખાબાવળ, નાઘેડી, દરેડ સહિતના ગામડાઓમાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ થયો હતો. જયારે ધ્રોલ તાલુકા મથકે પણ અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. જો કે આ વરસાદ પણ દસ થી બાર વાગ્યાના બે કલાકના ગાળામાં પડ્યો હતો. અન્યત્ર કાલાવડના સરવાણીયા, મચ્છલીવડ, બાલંભડી, સનાળા, મુળીલા અને જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારમાં ઝાપટાઓનો દોર યથાવત રહ્યો છે. જો કે ક્યાય નોંધપાત્ર વરસાદના વાવડ મળ્યા નથી. બીજી તરફ જ્યારથી અરબી સમુદ્રમાં નિર્સગ વાવાજોડું ઉદભવ્યું હતું ત્યારથી જામનગર જીલ્લા સહીત રાજયભરનું વાતાવરણ પલટાઈ ગયું છે. અને સૌરાષ્ટ્રના ૧૧ પૈકના તમામ જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. દ્વારકા જીલ્લામાં આજે ભાણવડ અને પોરબંદર અને દ્વારકા પટ્ટીના ગામડાઓમાં વરસાદ પડ્યો હતો. જેમાં કલ્યાણપુરના નગડીયા ગામે બે કલાકમાં ચાર ઇંચ વરસાદ પડી જતા પાણી પાણી થઇ ગયું હતું. જોકે તાલુકા મથકે માત્ર છ મીમી જ વરસાદ નોંધાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here