રિલાયન્સ કંપનીના કામદારો વિફર્યા, પથ્થરમારો-તોડફોડ, કેમ કર્યો ગુન્હો ?

0
3061

જામનગર : જામનગર નજીક આવેલ રિલાયન્સ કંપનીની લેબર કોલોનીમાં વધુ એક વખત કામદારોનો ગુસ્સો સપાટી પર આવ્યો હતો. રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીજ લીમીટેડ કંપનીના કામદાર તરીકે કામ કરતા અને રિલાયન્‍સ કંપનીમા આવેલ લેબર કોલોની ૮ મા રહેતા અમુક કામદારોને હાલમા કોવિડ-19 વૈશ્‍વિક મહામારી અનુસંધાને ૪ થી વધુ વ્યક્તિઓને એકઠા થવા તેમજ કોરોના વાયરસ સક્રમિત ન થાય તે માટે વિશેષ કાળજી લેવા માટેનુ જાહેરનામાની અમલવારી કરવામાં આવી રહી છે.  તેમ છતા લેબર કોલોનીમા રહેતા આરોપીઓ-કામદારો એકઠા થઇ અને જમવાનુ બરાબર મળતુ નથી તેમજ સીક્યુરીટી ગાર્ડના માણસો ધરારથી માસ્ક પહેરાવે છે અને દુર બેસવા માટે ધમકાવે છે. આવા આક્ષેપો સાથે સોમવારે રાત્રે ૧૫-૧૬ કામદારો એકત્ર થઇ ગયા હતા. દરમિયાન એકત્ર થયેલ કામદારોએ ઉશ્‍કેરણી કરી. ગેર કાયદે મંડળી રચી હુલ્લડ મચાવ્યું  હતું. જેમાં કામદારોએ રોષે ભરાયને રસોડાનો સામાન વેરવિખેર કરી, લાઇટો તોડી સીક્યુરીટીની કેબીન ઉધી વાળી દઇ, સીક્યુરીટી ગાર્ડના માણસોને મુંઢ માર મારી છુટા પથ્‍થરના ઘા કરી સીક્યુરીટી ગાર્ડના માણસોને સામાન્‍ય ઇજા પહોચાડી હતી. જેને લઈને રિલાયન્સ કંપનીના અધિકારીઓએ તાત્કાલિક મેઘપર પોલીસને જાણ કરી હતી. પોલીસે પહોચી તંગદીલી થાળે પાડી હતી. આ બનાવ અંગે કંપનીના કનુભાઈ ગુજ્જરે હુલ્લડ કરનાર કામદારો અભયસિંહ ગગુભા ચુડાસમા ગામ નવાગામ તા.લાલપુર, અક્ષયકુમાર દિનેશ ખેતીયા ગામ પડાણા તા.લાલપુર, ભાવેશ અરવિદભાઇ ચાવડા ગામ સણોસરી તા.કલ્‍યાણપુર, હાર્દીક બાબુભાઇ સોલંકી ગામ સીક્કા તા.જામનગર (ગ્રામ્‍ય),  યુવરાજસિંહ દેવુભા કંચવા ગામ મેઘપર તા.લાલપુર, ગડચર પ્રતિક અશોકભાઇ જામનગર, રામદે કેશુરભાઇ બોદર નારાયણનગર વુલનમીલ પાછળ જામનગર, અર્જુન પ્રભાતસિંહ જાડેજા ૭ પટેલ કોલોની જામનગર, મનન રાઘવજીભાઇ નરીયા ચેમ્‍બર કોલોની અંધાશ્રમ પાછળ જામનગર, હિમાંસુ કીરીટભાઇ માંકડીયા મુકામ ગરનાળા તા.ગોંડલ, દેવેન્‍દ્રસિંહ જાડેજા મુકામ હરિપર તા.લાલપુર, આશિષ વલ્‍લભભાઇ ધારવીયા ગામ ખીમરાણા તા.જામનગર ગ્રામ્‍ય, જયદિપસિંહ ખોડુભા જાડેજા નિર્મલનગર રામેશ્‍વરનગર શેરી નં ૪ જામનગર, કલ્‍પેશ અરવિંદભાઇ પીઠળીયા ૧૪૧૯ નારાયણનગર જામનગર, ગણપતલાલ ચંપાલાલ પ્રજાપતિ ગામ સિક્કા તા.જામનગર , અને તુષાર અશોક યેવલે ફલેટ નં ૪ રાધે ગોપાલ એપાર્ટમેન્‍ટ ૧૧/૨ જામનગર વાળા સખ્સો સામે રાયોટીંગ અને બખેડો કરવા સબબ આઈપીસી કલમ ૩૪,૧૪૩,૧૪૬,૧૪૭,૩૨૩,૩૩૭, ૫૦૪,૪૨૭,૧૮૮ તથા ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ  એકટ કલમ ૫૧(બી) તથા એપેડેમીક ડિસીસ એકટ ૧૮૯૭ ની કલમ-૩ મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને મેઘપર પોલીસના પીએસઆઈ વાઢેર સહિતના સ્ટાફે હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here