દારુની બ્રાન્ડ બની ભાઈના હાથે ભાઈની હત્યાનું કારણ,આવી છે ઘટના

0
581

જુનાગઢ : સમાજમાં લાલબતી ધરતો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. જેમાં અધમતા નોતરતી દારુની એક બોટલ બાબતે ભાઈએ ભાઈની હત્યા કરી છે. આ હત્યા બોટલ બાબતે નહિ પરંતુ દારુની બ્રાંડ બાબતે થઇ હોવાની વિગતો સામે આવી છે.

જુનાગઢમાં જોશીપરા વિસ્તારમાં નંદનપુર સોસાયટીની આ ઘટના છે જેમાં રિઝવાન હસન ચોટિયારાએ પોતાના કૌટુંબિક ભાઈ તૌફીક અલીભાઈ ચોટિયારા પાસેથી દારૂની બોટલ મંગાવી બન્ને સાથે પીવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. પરંતુ જયારે તૌફીક દારુ લઈને પહોચ્યો ત્યારે બન્ને વચ્ચે રકજક થવા પામી હતી.

રીઝવાને મંગાવેલી બ્રાન્ડના બદલે અન્ય બ્રાન્ડને લઈને તૌફીક પહોચતા બન્ને વચ્ચે ઝગડો થયો હતો. એક સમયે રીઝવાન સ્થળ પરથી ચાલ્યો ગયો હતો પરંતુ પાછો ફરીને છરી સાથે આવ્યો હતો અને તોફીકને છાતીના ભાગે એક ઘા મારી દીધો હતો. જેમાં ઘટના સ્થળે તેનું મૃત્યુ નીપજ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here