ખંભાલીયા : આ જન્મે એક નહી થતા પ્રેમી પંખીડાનો આપઘાત

0
1328

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા તાલુકાના ગોઈંજ ગામે આજે સવારે પ્રેમી પંખીડાએ જેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ જન્મે એક નહી થઇ શકતાં પ્રેમી પંખીડાએ અવિચારી પગલું ભરી ફાની દુનિયાને અલવિદા કરી છે.
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા તાલુકાના ગોઈંજ ગામે આજે તળાવ કિનારેથી એક સાથે પગ બાંધેલી અવસ્થામાં પ્રેમી પંખીડાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ગોઈંજ ગામના મહેન્દ્ર બાબુભાઈ વિન્જોડા ઉવ ૨૩ અને વિસોત્રી ગામની ભૂમિ ડાડુભાઈ માડમ ઉ.વ.૧૯ નામના બન્ને યુવા હૈયાઓને એકબીજા સાથે જોડાયેલા મૃતદેહ મળી આવ્યા હતા. આ બનાવ અને સલાયા પોલીસને જાણ કરવામાં આવી હતી. સલાયા પોલીસે સ્થળ પર પહોચી મૃતકનો કબજો સાંભળી આગળની કાર્યવાહી હાથધરી હતી.
એકબીજાના નજીકના ગામડામાં રહેતા બન્ને યુવા હૈયાઓ વચ્ચેનો સબંધ સંસારમાં પરિવર્તન નહી પામે તેવું લાગતા બન્નેએ ઘરેથી નીકળી આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here