આવતીકાલથી લાલપુરમાં સાપ્તાહિક લોકડાઉનની અમલવારી

0
718

જામનગર : જામનગર જીલ્લામાં હવે લોકલ સંક્રમણનો પીરીયડ શરુ થયો છે એમ આરોગ્ય તંત્ર પણ માનતું થયું છે. જામનગર શહેર સહિત જીલ્લા માટે આ ચિંતાનો વિષય છે. ત્યારે લાલપુર શહેરમાં સતત બીજા દિવસે નોંધાયેલ પોજીટીવ કેસને લઈને ગ્રામ પંચાયત દોડતી થઇ હતી. લાલપુરની સ્થાનિક બોડીએ તાબડતોબ મીટીંગ બોલાવી કોરોના સંક્રમણ અટકાવવા શું કરી શકાય, ગ્રામપંચાયત શું કરી શકે ? આ બાબતે તમામ સભ્યો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેને લઈને સર્વ સહમતીથી એક નિર્ણય કરવામાં આવ્યો હતો, જે મુજબ જે રીતે અનલોક પીરીયડમાં વિક્ષેપ ન પડે તે હેતુ થી આવશ્યક સહિતની ચીજવસ્તુઓ મળી રહી તે માટે આગામી સપ્તાહ સુધી સવારે સાત વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી બજાર ખુલી રહેશે ત્યારબાદનો સમય લોકડાઉનની અમલવારી કરવાની રહેશે. આ બાબતે ગ્રામપંચાયતની મિનીટસની નોંધ પણ કરવામાં આવી છે. વહીવટી અને પોલીસ તંત્રને સાથે રાખી કાયદાની અંદર રહી આ લોકડાઉન લાગુ પડશે એમ ગ્રામપંચાયત બોડીએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here