જામનગર : ૨૪ કલાકમાં ૧૮ કોરોના દર્દીઓ, બેના મોત

0
659

જામનગર : જામનગરમાં લોકલ સંક્રમણ કાળ શરુ થયો છે. છેલ્લા પાંચ દિવસમાં ૫૬ દર્દીઓ સામે આવ્યા છે. એમાય છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસે કાળો કેર વર્તાવ્યો છે. આ કપરા કાળમાં કાળમાં વાયરસનો ચેપ તીવ્ર ગતિએ આગળ વધી રહ્યો છે. છેલા ચોવીસ કલાકમાં શહેરની કોવિડ હોસ્પિટલમાં ૧૮ દર્દીઓ પોજીટીવ જાહેર થયા છે. જેમાં (૧)૫૫ વર્ષીય સ્ત્રી, કાલાવડ નાકા બાલનાથ સોસાયટી, ૩૭ વર્ષીય પુરુષ, કાલાવડ નાકા બાલનાથ સોસાયટી(૩) ૩૫ વર્ષીય પુરુષ કાલાવડ નાકા બાલનાથ સોસાયટી અને (૪) ૬૫ વર્ષીય પુરુષ મોટી નાગાજણ, કાલાવડ વિસ્તારના છે. જયારે (૫) ૭૭ વર્ષીય પુરુષ ૧૯ દિગ્વિજય પ્લોટ (૬) ૩૪ વર્ષીય પુરુષ સેન્ટ્રલ બેન્ક રોડ માંડવી ટાવર પાછળ (૭)૨૩ વર્ષીય પુરુષ શ્રીજી બી- એપાર્ટમેન્ટ હવાઈ ચોક (૮) ૩૭ વર્ષીય પુરુષ લીમડા લાઈન પાછળ પોસ્ટ ઑફિસ તીન બત્તી (૯) ૫૧ વર્ષીય પુરુષ ચાંદી બજાર , ઝવેરી ડેલી, જામનગર વિસ્તારના છે. આ ઉપરાંત (૧૦)૫૮ વર્ષીય પુરુષને કંદોઈ શેરી, જામનગર (૧૧) ૨૪ વર્ષીય યુવાન વોડીસાંગ રણુજા કાલાવડ(૧૨) ૩૪ વર્ષીય પુરુષ કુદરત વિલા એ-૨૦૩, હરીયા કોલેજ રોડ(૧૩) ૧૩ વર્ષીય બાળક નુરી પાર્ક શેરી નં. ૧(૧૪) ૧૬ વર્ષીય સગીર નુરી પાર્ક શેરી નં.૧ અને (૧૫) ૪૨ વર્ષીય પુરુષ નુરી પાર્ક શેરી નં. ૧ વિસ્તારના છે. (૧૬) ૩૨ વર્ષિય પુરુષ મંગલબાગ, શેરી નં. ૩ ગુરુદ્વારા ચોકડી (૧૭) ૨૮ વર્ષીય પુરુષ ૬૩-દિગ્વિજય પ્લોટ અને (૧૮) ૬૬ વર્ષીય પુરુષ, લુહારસર રોડ, હાજમ શેરી નજીક, ખલીફા મસ્જિદ, માંડવી ટાવર, સેન્ટ્રલ બેંક નજીક વિસ્તારના છે. આ ઉપરાંત ગઈ કાલે બે દર્દીઓના મૃત્યુ નીપજ્યા છે જેમાં મહેશ ખોડાભાઈ મુંગરા અને જેઠાલાલ વાલજીભાઈ સોલંકીના મૃત્યુ નીપજયા છે. અત્યાર સુધીમાં જામનગરમાં કુલ છ દર્દીઓના મૃત્યુ નીપજ્યાં છે જેમાં ત્રણ બાળકોનો સમાવેશ થયા છે. જયારે અન્ય ૫૫ થી ૬૫ વર્ષની ઉમરના વૃદ્ધ હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here