નંદ વિદ્યાનિકેતન શાળાએ ફી વધારી દેતા NSUI અને યુવક કોંગ્રેસ મેદાને

0
787

જામનગર : કોરોના સંક્રમણને કારણે હાલ શિક્ષણકાર્ય બંધ છે. છતાં પણ ઓનલાઈન શિક્ષણના નામે રાજ્યભરમાં અનેક ખાનગી શાળાઓ કહેવા પુરતું શિક્ષણ શરુ કરી દઈ ફી ઉઘરામણા શરુ કરી દીધા છે. જેમાં જામનગર શહેરની અમુક શાળાઓનો પણ સમાવેશ થાય છે. શહેરની નંદ વિદ્યાનિકેતન શાળાના સંચાલકોએ ઓન લાઈન શિક્ષણ શરુ કરી નિયત ફી કરતા પણ ફી વધારી દઈ ઉઘરાણા શરુ કરી દેતા વાલીઓ મુંજાયા હતા. વાલીઓની આ વીટબણાને લઈને આજે શહેર યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈની ટીમ શાળાએ પહોચી હતી અને વાલીઓ વતી દેખાવો કરી, શાળા આચાર્યને આવેદન પત્ર પાઠવી ફી વધારો નહી પરંતુ રાજ્ય સરકારે જે મહિના વાઈઝ ઇન્સ્ટોલમેંટ નક્કી કર્યું છે એ જ ધારા ધોરણો મુજબ ફી લેવાની રજુઆત કરી છે. રજૂઆત મુજબ, ચાલુ વર્ષે કોઈપણ ફી વધારવાની નથી છતાં પણ શાળાની મેઈન ફી કહી શકાય તેવી ટ્યુશન ફી માં ૨૫૦૦ થી ૨૮૦૦ રૂપિયાનો ધરખમ વધારો કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત છેલ્લા કવાર્ટરની ફી નવેમ્બર માસ સુધી ભરી શકાશે તે અંગે નો ઉલ્લેખ શાળાના ફી સરક્યુલરમાં કરેલ નથી, આ ઉપરાંત નવા ટર્મ ની ફી ક્વાર્ટર ને બદલે મહિના પ્રમાણે શકાશે એવી કોઈ પણ સ્પષ્ટતા વગર આખા કવાર્ટરની ફી ભરવી તેવો સરક્યુલર શાળા દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. હાલના સમય માં શાળાઓ ક્યારે શરૂ થશે તે નક્કી નથી તેવા સંજોગોમાં આ શાળા દ્વારા “CO-SCHOLASTICS” ફી ના રૂપકડા નામ હેઠળ રૂપિયા ૨૦૦૦ થી ૫૦૦૦ સુધીના રૂપિયાના કરવામાં આવે છે આ બાબતને વિદ્યાર્થી સંગઠને ગેર વ્યાજબી ગણી છે. આ ઉપરાંત જ્યાં સુધી શાળાઓ રેગ્યુલર શરૂ ન થાય ત્યાં સુધી ઓનલાઈન એજ્યુકેશનના નામે ફી ઉઘરાવવાનું બંધ કરવું જોઈએ એવી માંગણી કરી ફી ભરવા માટે વાલીઓને દબાણ નહી કરવાની ચીમકી ઉચ્ચારી છે અન્યથા આંદોલન કરવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓની સમસ્યાને લઈને આજે યુવક કોંગ્રેસ પ્રમુખ તૌસીફખાન પઠાણ, મંત્રી શક્તિસિંહ જેઠવા, એન એસ યુ આઈના પ્રમુખ મહિપાલસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહી નંદવિદ્યાનિકેતનના આચાર્ય સમક્ષ ધારદાર રજુઆતો કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here