દ્વારકાધીશ અને ભક્તોના વિરહની છેલ્લી પુનમ

0
745

જામનગર : હાલાર સહિતના દેશભરના દેવાલયો હાલ કોરોના સંક્રમણના ખાતરને લઈનેને લોક રાખવામાં આવ્યા છે. લોકડાઉનના ચાર તબક્કાઓમાં સુધી બંધ રહેલ દેવાલયો ખુલવાના આસાર દેખાયા છે. અનલોક ૧.૦ પીરીયડમાં હાલ મોટાભાગની છૂટછાટો આપવામાં આવી રહી છે. ધીરેધીરે શહેરો અને ગામડાઓ ધમકતા થયા છે. ત્યારે આગામી સપ્તાહે ધાર્મિક સ્થાનો પણ ખોલી દેવા તરફ સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સામાજિક અંતર અને મંદિર અંદર-પરિસરમાં મર્યાદીત ભાવિકો સાથે પ્રવેશ અને સમય પત્રક તૈયાર કરવામાં આવી રહ્યું હોવાની વિગતો સામે આવી રહી છે. દેશભરમાં નાના-મોટા તમામ ધાર્મિક સ્થળો હાલ બંધ છે. ખાસ કરી છેલ્લા એક દાયકાથી વિખ્યાત ધાર્મિક સ્થળોએ પૂનમના દર્શન અને પૂજન અર્ચનનું ખાસ મહત્વ વધ્યું છે. ત્યારે જગતમંદિર દ્વારકામાં પુનમના દિવસે હજારો ભાવિકો ઉમટી પડતા આવ્યા છે. આ ભાવિકોમાં મંદિર બંધ થઇ જતા નિરાસા વ્યાપી ગઈ છે. કાળીયા ઠાકરના દર્શન પૂજનનો વિરહ હવે ભક્તોમાં રહ્યો નથી. ત્યારે સરકાર આગામી તારીખ આઠથી જગત મંદિર સહિતના ધાર્મિક સ્થળોના દરવાજા ખુલે નાખશે એવી વિગતો સામે આવી છે. આ વિગતોને લઈને શ્રધ્ધાળુઓમાં અનેરી ઇન્તેજારી જોવા મળી રહી છે. કેમકે વર્ષોથી એક પણ પુનમના દર્શન ભંગ નહી કરનાર ભાવિકો બબ્બે પૂનમથી કાળીયા ઠાકરના દર્શન કરવા ઝૂરી રહ્યા છે. ત્રણ પૂનમ વિના દર્શન રહી ગઈ છે ત્યારે ચોથી પૂનમ પણ દર્શન વગર જાય એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે આગામી તા.૮મીના રોજ મંદિરો ખોલવામાં આવે તો પણ ત્રીજી પુનમ દર્શન વગર જ જશે પણ વૈશ્વિક મહામારી સામેના નિર્ણયને ભાવિકોએ સીરોમાન્ય રાખી ઘર બેઠા જ પ્રભુનું સમરણ કર્યું હતું. ધાર્મિક સ્થળ ખુલવાની દિશામાં થઇ રહેલ પ્રયાસોને લઈને તમામ ધર્મના અનુયાયીઓમાં આનંદ ફેલાઈ ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here