લોકડાઉનથી અનલોક એ વિકાસનું પ્રથમ પગથીયું : પ્રધાનમંત્રી

0
591

આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ઉદ્યોગ સંઘ (સીઆઈઆઈ) ના વાર્ષિક કાર્યક્રમને સંબોધન કર્યું હતું. કેન્દ્ર સરકારે અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે આત્મનિર્ભર ભારત અભિયાન શરૂ કર્યું છે. આજે પીએમ મોદીએ ભારતના ઉદ્યોગ સંઘના વાર્ષિક કાર્યક્રમમાં ઘણી મહત્વપૂર્ણ વાતો કરી હતી. 20 લાખ કરોડના પેકેજ પછી ઉદ્યોગપતિઓ સાથે વડા પ્રધાન મોદીની આ પહેલી મોટી પ્રતિક્રિયા છે. સીઆઈઆઈના વાર્ષિક કાર્યક્રમમાં પીએમ મોદીએ સંબોધન આપતા કહ્યું હતું કે એક તરફ, આપણે જીવન બચાવવું પડશે. બીજી તરફ, આપણે અર્થવ્યવસ્થાના વિકાસને સ્થિર અને વેગ આપવો પડશે. “ કોરોનાવાયરસના સમયમાં ઓનલાઈન કાયક્રમો સામાન્ય બની રહ્યા છે.આત્મનિર્ભર ભારતને તેનો વિકાસ પરત મળશે. ગ્રોથ બેકનીતિને પ્રાધાન્ય આપવા બદલ અભિનંદન પાઠવી ઉમેર્યું કે આપણે ચોક્કસપણે વિકાસ પાછો લાવીશું

ભારતે લોકડાઉનથી અનલોક એક તરફ પ્રયાણ કર્યું છે તે જ વિકાસનું પ્રથમ પગથીયું છે. પીએમ મોદીએ કહ્યું કે મને ભારતની ક્ષમતાઓ અને કટોકટી વ્યવસ્થાપન, પ્રતિભા અને તકનીક, નવીનતા, ખેડુતો, એસએમઇ, ઉદ્યોગસાહસિકો અને ઉદ્યોગના નેતાઓ પર પૂર્ણ વિશ્વાસ છે.ભારત વિકાસલક્ષી ભવિષ્ય માટે તૈયાર છે કોરોના વાયરસને કારણે દેશનો વિકાસ ઓછો થયો છે, પરંતુ ભારત ટૂંક સમયમાં તેનો વિકાસ શરૂ કરશે, પીએમ મોદીએ ઉમેર્યું કે ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવી એ આપણી ટોચની પ્રાથમિકતાઓ છે. તકો તમારી રાહ જોઈ રહી છે.

વડાપ્રધાને કહ્યું કે વિશ્વમાં કોરોના વાયરસની માહામારી હતી ત્યારે ભારતે સમયસર લોકડાઉન અમલમાં મુકીને કોરોનાનું સંક્રમણ ઘટાડ્યું છે. આ કપરા સમયમાં ૭૪ કરોડ લોકોના ઘરમાં રાસન અને ૫૩ હજાર કરોડની રકમ ગરીબ પરિવારના ખાતામાં જમા કરવામાં આવી છે.

ગ્રોથ બેક મેળવવું એટલું મુશ્કેલ નથી, અને સૌથી મોટી વાત એ છે કે હવે હવે ભારતના ઉદ્યોગો માટે આત્મનિર્ભર ભારતના લીધે માર્ગ મોકળો થશે. આજે બધાએ સમગ્ર વિશ્વમાં ભારત પ્રત્યે જે વિશ્વાસ ઉભો કર્યો છે તેનો દેશવાસીઓએ પૂરેપૂરો લાભ લેવો જોઈએ. આજે ભારતે વિશ્વનો વિશ્વાસ પણ વધાર્યો છે અને નવી આશાઓ ઉત્પન્ન થઇ છે. આત્મનિર્ભર ભારતનો અર્થ એ છે કે આપણે વધુ મજબુત બનીને દુનિયાને સ્વીકારીશું. આપણે હવે આવી મજબૂત સ્થાનિક સપ્લાય ચેઇન બનાવવા માટે રોકાણ કરવું પડશે, જે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારતનો હિસ્સો મજબૂત બનાવશે. આ અભિયાનમાં સીઆઇઆઇ જેવી સંસ્થાએ પણ કોરોના પછીની નવી ભૂમિકામાં આગળ આવવું પડશે.પીએમ મોદીએ કહ્યું કે હું ખૂબ ગૌરવ સાથે કહીશ કે તમે માત્ર 3 મહિનામાં જ કરોડોની પીપીઈ કિટ્સ બનાવી છે. હવે દેશને એવા ઉત્પાદનો બનાવવાની જરૂર છે જે ભારતને મદદરૂપ થશે અને વિશ્વને પણ, લોકડાઉન દરમિયાન સરકારે 8 કરોડ ગેસ સિલિન્ડર વિના મૂલ્યે આપ્યા, ખાનગી ક્ષેત્રના 50 લાખ કર્મચારીઓને 24 ટકા ઇપીએફઓ આપવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here