દ્વારકા : કોરોનાકાળમાં જગતમંદિરે કેમ બેદરકારી, જુઓ આવી છે વ્યવસ્થા

0
684

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ધીરે ધીરે લોકલ સંક્રમણ શરુ થયું છે. એક સમયે જામનગરની હાલત પણ દ્વારકા જીલ્લા જેવી જ હતી ત્યાર બાદ ક્યારે લોકલ સંક્રમણ શરુ થઇ ગયું ખબર પણ ન પડી, આજે શહેરની હાલત કફોળી બની છે.  દેવભૂમિ દ્વારકા જીલ્લો પણ ધીરે ધીરે જામનગર શહેરના રસ્તે આગળ વધી રહ્યો છે, ત્યારે જગત મંદિર બહાર કોરોનાની સલામતી માટે કરવામાં આવેલ વ્યવસ્થામાં બેદરકારી સામે આવી છે. જેનો હાલ વિડીઓ વાયરલ થયો છે.

દ્વારકામાં દરરોજ અનેક ભાવિકો ભગવાન દ્વારકાધીસના ચરણોમાં શીશ જુકવવા આવે છે. જ્યાર થી મંદિરના દરવાજા ભાવિકો માટે ખોલી દેવામાં આવ્યા છે ત્યારથી કોરોના સામેની સલામતીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ આ વ્યવસ્થામાં પણ ઓટ આવતી ગઈ છે. મંદિર પરિશરમાં પ્રવેશ માટે પાછળની છપ્પન સીડીઓ વાટેના રસ્તે ઉભી કરવામાં આવેલ સેનેટાઈજરની વ્યવસ્થામાં ઉણપ સામે આવી છે. અહી સેલ્ફ સેનેતાઈઝર મસીન તો છે પણ તેમાં સેનેટાઈઝર ખૂટી ગયા બાદ નવું ઘટ્ટ પ્રવાહી ઉમેરવામાં જ નહિ આવયુ હોવાનો વિડીયો વાયરલ થયો છે. કોઈ ભાવિક દ્વારા સેનેતાઈઝ થવા માટે હાથ લંબાવી પુસ કરવામાં આવે છે પરંતુ સેનેટાઈઝર ખત્મ થઇ ગયું હોવાથી બહાર આવતું નથી. આવો વિડીઓ સામે આવ્યો છે. જો કે વિડીયો ક્યા દિવસનો છે તેની ખરાઈ થઇ નથી ત્યારે હાલ કોરોના મુક્તની વ્યાખ્યામાં આવતા દ્વારકામાં આવી ઉણપ ચોક્કસથી કોરોનાને આમંત્રણ આપતી હોય તેમ ચોક્કસ કહી સકાય, હજુ પણ આવી જ સ્થિતિ હોય તો દેવસ્થાન સમિતિ કે કોઈ સેવાભાવી સંસ્થાએ આગળ આવી સલામતી માટે પગલા ભરવા જોઈએ. આ અવ્યવસ્થા બાબતે જવાબદાર તંત્રનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરતું કોઈ સંપર્ક થઇ શક્યો ન હતો.  

છપ્પન સીડીઓ પાસે રાખવામાં આવેલ સેનેટાઈઝરનો વિડીઓ જોવા નીચેની લીંક ક્લિક કરો:

https://m.facebook.com/story.php?story_fbid=155476532840831&id=100051354551083

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here