કલ્યાણપુર : પશુપાલકોનો ગ્રામજનો દ્વારા કરાયો બહિષ્કાર ? આવો છે મામલો

0
713

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકા મથકે ગ્રામજનો દ્વારા પશુપાલકોનો બહિષ્કાર કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. પશુપાલકોએ મામલતદારને અરજી કરી ન્યાયની માંગણી કરી છે. હાલ તાલુકા મથકે ભરેલા અગ્નિ જેવી સ્થિતિ નિર્માણ પામી હોવાની વિગતો જાણવા મળી છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આજે એકવીસમી સદીની કલંકરૂપ કહી સકાય તેવી ઘટના સામે આવી છે. અહીના માલધારી-પશુપાલકોનો ગ્રામજનો દ્વારા અનાદર કરી બહિષ્કાર કરવામાં આવ્યો છે. અહી રહેતા પશુપાલકો પોતાના ઘેટા-બકરાઓને ગૌચરની જમીન પર ચરાવતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે.

ગ્રામજનો દ્વારા આ બાબતે અનેક વખત પશુપાલકોને ગૌચરની જમીન છોડી દેવા પણ કહ્યું હતું. છતાં પણ પશુઓ ચરાવવાનું ચાલુ રાખવામાં આવતા ગ્રામજનો દ્વારા પશુપાલકોનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. ગ્રામજનોએ પશુપાલકોને માલ સામાન અને જીવનજરૂરી ચીજ વસ્તુઓની ખરીદી પર પ્રતિબંધ મુકી દેતા મામલો ગરમાયો છે.

આજે પશુપાલકોએ આ બાબતે મામલતદાર કચેરી પહોચી આવેદન પાઠવ્યું હતું અને પોતાના પશુઓના નિભાવ માટે ગૌચરની જમીનમાં ઢોર ચારવાની મંજુરી માંગી હતી. ગ્રામજનો અને પશુપાલકો વચ્ચે વઘતા વિવાદને લઈને હાલ કલ્યાણપુરમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here