કાલાવડ : વીજ કંપનીએ યોગ્ય ફરજ બજાવી હોય તો થાય ફરજમાં રુકાવટ..પણ

0
680

જામનગર : જીલ્લામાં વારે વારે વીજકર્મીઓ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થાય છે. વારે વારે ખોરવાતા વીજ પુરવઠા સામે નીંભર બની જતા તંત્ર તરફથી કોઈ જવાબ ન મળતા આવા બનાવો બનતા રહે છે. ત્યારે થાય છે એવું કે વીજ તંત્ર પોલીસનો સહારો લઇ ભારેખમ કલમો મુજબ ફરિયાદ નોંધાવે છે. જેનો અંદાજ કોઈ ગ્રામજનોને હોતો જ નથી. આવો જ એક કિસ્સો કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામેથી સામે આવ્યો છે. જેમાં લાઈન સમારકામ કરવા ગયેલ વીજ કંપનીની ટીમ પર ચાર સખ્સોએ ફરજમાં રુકાવટ કરી માર માર્યો હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાવવામાં આવી છે. આ સખ્સોએ પણ વીજ પુરવઠાની માંગ કરી હતી.

છેલ્લા કેટલાય સમયથી વીજ કંપનીના માણસો અને નાગરિકો વચ્ચે વિખવાદના બનાવો વધવા પામ્યા છે. જેમાં પણ ચોમાસા વખતે બનાવોમાં ઉછાળો આવતો હોય છે. ગઈ કાલે કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામે ચાર સખ્સોએ વીજ કંપનીના માણસો સામે વાણી વિલાસ આચરી માર મારી, ફરજમાં રુકાવટ કરી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ગ્રામજનોએ પણ વીજ પુરવઠા બાબતે ફરિયાદ કરી કર્હ્યું હતું કે છેલ્લા વીસ દિવસથી વીજ પુરવઠો બંધ છે. જેની સામે વીજ કર્મીએ એવો જવાબ આપ્યો હતો કે ‘વરસાદની સીજન છે, મારો પાસે માણસો ઓછા છે તેથી આ પ્રશ્ન રહે છે’ લાઈન ફોલ્ટનો જવાબ આપ્યો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે. અહી આપવામાં આવેલ જ જવાબ તમામ જગ્યાએ વીજ કંપની દ્વારા આપવામાં આવે છે. ખરીફ સીજનની પિયતના સમયે જો વીજ કંપની સતત ફોલ્ટમાં જ વ્યસ્ત રહે તો ખેડૂતો અને ગ્રામજનોની નારાજગી પ્રબળ બનવાની જ છે એમાં સંકાને સ્થાન નથી.

બીજી તરફ પોલીસ પણ જાણે ચોપડો ખોલીને તૈયાર જ બેઠી હોય તેમ ધડાધડ મોટી મોટી કલમો મુજબ ફરિયાદ નોંધી લ્યે છે.  ફરજમાં રુકાવટ, અરે ભાઈ શેની ફરજમાં રુકાવટ ? જો વીજ કંપનીના માણસો પોતાની ફરજ યોગ્ય રીતે બજાવે તો ફરજમાં રુકાવટ થાય ને !!! ફરજ નથી બજાવી એટલે તો માથાકૂટ થઇ છે. છતાં ગ્રામજનો સામે ભારેખમ ફરિયાદ નોંધી લેવામાં આવે છે. એક વાત પણ ચોક્કસ છે કે ગ્રામજનોનું હાથાપાઈનું વર્તન યોગ્ય ન કહેવાય, કાયદો હાથમાં લેવાને બદલે વીજ કંપનીએ કર્યું એમ જ ફરિયાદનો ધોધ વધી કચેરીએ ઠાલવી વીજ કપનીને વીજ પુરવઠો પૂરો પાડવા મજબુર કરવી જોઈએ, નહી કે કાયદાનું ઉલ્લંઘન કરી ને.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here