દ્વારકા : આ સખ્સે દેવભૂમિને લજવી, પશુ પર કર્યું આવું કૃત્ય, આવી છે સમગ્ર ઘટના

0
2937

જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકામાં રહેતા એક સખ્સે યાત્રાધામની ગરિમા લજવાઈ તેવું કૃત્ય પશુ સાથે આચરતા સ્થાનિક પોલીસે તેની સામે કાનૂની  ધારાઓ મુજબ ફરિયાદ નોંધી છે. આરોપીએ પશુ સાથે શૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.

કલિયુગમાં માણસ તમામ હદ પાર કરી એવી એવી હરકતો કરશે કે જેને લઈને સભ્ય સમાજ લજવાશે સદીઓ પૂર્વે આવા કથનો થયા છે જે હાલ ખરેખર સત્ય સાબિત થઇ રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા ખાતેથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં અહી રહેતા ભરત જેઠાભાઈ અસવાર નામના એક નરાધમે મૂંગા પશુ પર પોતાની વાસના અજમાવી શ્રુષ્ટિ વિરુધનું કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતે સ્થાનિક સામાજિક કાર્યકર દ્વારા પોલીસમાં જાણ કરી હતી અને જેના અનુસંધાને ઇન્ચાર્જ પીઆઈ જી જે ઝાલાએ આરોપી સામે આઈપીસી કલમ ૩૭૭ અને ૫૧૧ અને પશુ અતિક્રમણ ધારા મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીની અટકાયત કરી લીધી છે અને કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ શરુ કરી છે. આ બનાવે ભારે ચકચાર જગાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here