જામનગર : હાલ જામનગરમાં પોલીસના ઓપરેશનની ઠેર ઠેર ચર્ચાઓ ચાલી રહી છે. ગુનાખોરીન નાથવા અને ખાસ જયેશ પટેલના સામ્રાજ્ય સામે પગેલ પોલીસ પોતાના ટ્રેક પર કામ કરી રહી છે ત્યારે બે માસ પૂર્વે જયેશ પટેલના ઘરે પહોચેલ સખ્સે તેની પત્ની અને પિતાને ધમકી આપી હોવાની ફરિયાદ સીટી એ ડીવીજન પોલીસમાં નોંધાઈ છે.

થોડા વર્ષોમાં એક પછી એક ગુના આચરી ગુનાખોરીમાં મોટું નામ બની ગયેલ જયેશ પટેલને ધમકી આપવાની કે તેની સામે જોવાની હાલ કોઈની હિમત હોય તેવું લાગતું નથી ત્યારે બે માસ પૂર્વે જયેશના ઘર સુધી પહોચી ગયેલ સખ્સે તેની પત્ની અને પિતાને ધમકાવ્યા હોવાની ફરિયાદ સામે આવી છે. જયેશ પટેલના પત્ની ધ્રુતીબેન રાણપરીયાએ નોંધાવેલ ફરિયાદ મુજબ, તા.૨૭/૦૯/૨૦૨૦ના રાત્રીના આઠેક વાગ્યા આસપાસ ૬૫ દિગ્વિજય પ્લોટ સરદાર પટેલનગર ધનેશ્વર રેસીડેંન્સી ચોથો માળે ધર્મિન માડમ નામના સખ્સે ધાક ધમકી આપ્યાનો આરોપ લગાવ્યો છે. ઘર પર હાજર જયસુખ પટેલના પત્ની ધ્રુતીબેન અને તેના બહેન તથા સસરાને આરોપી ધર્મીન માડમએ ધરાર દરવાજા પાસે ઉભા રહી તમારા પ્રેસમા તમે આડેધડ વિગત છાપો છો તે બંધ કરી દેજો તેમ કહી ગાળો આપી, પ્રેસ બંધ કરાવી દેવાની ધમકી આપી તેનીને તથા તેના સસરા ને જાનથી પતાવી દેવાની ધમકી આપી આરોપી ચાલ્યો ગયો હતો. આ બનાવ અંગે ધ્રુતીબેને આરોપી સામે ગઈ કાલે સીટી એ ડીવીજન પોલીસમાં આઈપીસી કલમ ૫૦૪,૫૦૬ (૨) મુજબ ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપીએ ધાક ધમકી આપી નાશી ગયાનો આરોપ લગાવ્યો છે.