એસીબીમાં પણ લાંચિયા બાબુ ? ત્રણ લાખમાં સોદો કરનાર કોન્સ્ટેબલ સામે ફરીયાદ

0
904

જામનગર અપડેટ્સ : લાંચિયા સરકારી બાબુઓ અને પ્રજાના પ્રતિનિધિઓને સામે કાર્યવાહી કરતી એન્ટી કરપ્શન બ્યુરોમાં અમુક પોલીસકર્મી પણ અધિકારીઓ પર રોફ જમાવી લાંચ માંગે છે એવી પરદા પાછળની ફરિયાદો ઉઠતી રહી છે ત્યાં આજે ગાંધીનગર એસીબીમાં એક વર્ષ પૂર્વે ફરજ બજાવતા એક કોન્સ્ટેબલ સામે એસીબીએ ફરિયાદ નોંધી છે. આરોપી પોલીસકર્મીએ મામલતદાર સામેની અરજીનો નિકાલ કરવા માટે ત્રણ લાખની માંગણી કરી હતી. હાલ એસઆરપીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલની એસીબીએ અટકાયત કરવા તજવીજ શરુ કરી છે.

વર્ષ ૨૦૧૯માં મહેસાણા જીલ્લાના વડનગરના મામલતદાર સામે એસીબીમાં અરજી થઇ હતી. આ અરજીના અનુસંધાને ગાંધીનગર એસીબીના કનકસિંહ બલદેવસિંહ સોલંકીએ તપાસ ચલાવી હતી. જેમાં આ એસીબીના પોલીસકર્મીએ મામલતદારનો સંપર્ક કરી રૂપિયા દસ લાખમાં અરજીનો નિકાલ કરવાની વાત કરી હતી. જેની સામે બાંધછોડ કરી રૂપિયા ત્રણ લાખમાં ફાઈનલ થયું હતું. જેને લઈને મામલતદારે એસીબીમાં અરજી કરી હતી. જો કે જે તે સમયે ગોઠવેલ લાંચનું છટકું સફળ થયું ન હતું. પરંતુ એસીબી પોલીસકર્મીની સામે સાઈન્ટીફિક, ફોરેન્સિક અને દસ્તાવેજી-સાયોગિક પુરાવાઓ મળી આવ્યા હતા. જેને લઈને હાલ દાહોદમાં એસઆરપીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અને તેને સાથ આપનાર ખાનગી વ્યક્તિ ભાર મગનભાઈ રબારી સામે એસીબીએ હાલ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ મુજબ ફરિયાદ નોંધી છે. મહેસાણા એસીબીએ ફરિયાદ દાખલ કરી પોલીસ કોન્સ્ટેબલ અને ખાનગી વ્યક્તિની ધરપકડ કરવા તજવીજ શરુ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here