રાજકીય ભૂકંપ: સોમા પટેલ દસ કરોડમાં વેચાયા’તા ? બીજેપીમાંથી કોણ સોદાગર? વાયરલ વિડીઓએ ભારે કરી

0
1391

જામનગર અપડેટ્સ : કોઈને કોઈ ચૂંટણી આવે છે ત્યારે ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યોના એકાએક રાજીનામાં પડી જાય છે. જામનગર ગ્રામ્યના પૂર્વ ધારાસભ્ય વલ્લભભાઈથી માંડી સોમા પટેલ સુધીના તૂટેલ ધારાસભ્યોએ કેમ રાજીનામાં આપ્યા? તોતિંગ રૂપિયા અને પદ તથા પરત ટીકીટ અને  મંત્રી પદના વાયદાઓ સાથે આ ધારાસભ્યોને બીજેપીએ ખરીદી લીધા હોવાના અનેક આક્ષેપ થતા રહ્યા છે પણ કોઈ ઠોસ પુરાવાઓ સામે આવતા ન હતા. પરંતુ આજે રાજય સભાના ઈલેકશન પૂર્વે રાજીનામું આપી દેનાર કોંગ્રેસના સોમા પટેલનો વિડીઓ સામે આવ્યો છે.

જેમાં એક બંધ રૂમમાં સોફા પર બેઠેલ માસ્ક પહેરેલ યુવાન સવાલ પર સવાલ કરે છે સોમાભાઈને અને સાહજિકભાવે જવાબ પણ આપે છે પટેલ…શુ બંને વચ્ચે વાર્તાલાપ થાય છે…આ રહી

માસ્ક પહેરલ યુવાન :  ભાજપવાળા શું આપશે અત્યારે,
સોમાભાઈ પટેલઃ એતો બધુ થઇ ગયું..(હસતાં-હસતાં)
માસ્ક પહેરલ યુવાન :  આપ્યા તો હશે એ તરફથી….
સોમાભાઈ પટેલઃ હા…તો અમસ્તા જ રાજીનામું આપે કોઇ વ્યક્તિ
માસ્ક પહેરલ યુવાન : સોમાભાઈએ આ રાજીનામું આપીને અમુક પૈસા લીધા, ભાજપ પાસેથી પૈસા લીધા…આવું કોઇએ તેમને બ્રીફ કર્યું હશે…
સોમાભાઈ પટેલઃ કોંગ્રેસ જો નહીં આપે તો હું ગમે ત્યાંથી લડીશ.એનસીપીવાળા પણ મારી પાછળ પડ્યા છે. હું ચારવાર એમપી બન્યો. બધા મને જાણે છે. ચાર વખત એક જ બેઠક પરથી એમપી બનવું નાની અમથી વાત તો નથી. ભાજપ બધો ખર્ચો કરતી હતી મારી પાછળ અને કોંગ્રેસમાં ખર્ચો નથી થતો.
માસ્ક પહેરલ યુવાન :  રાજીનામું આપ્યું તો બે’પાંચ કરોડ આપ્યા હશે….
સોમાભાઈ પટેલઃ એ તો બધાને આપ્યા એ મને આપ્યા…
માસ્ક પહેરલ યુવાન :  વાતો તો ઘણી છે. બધા બોલે છે કે 15 કરોડ આપ્યા… 20 કરોડ આપ્યા પરંતુ પાંચેક કરોડ તો આપ્યા હશે…
સોમાભાઈ પટેલઃ બધાને આપ્યા છે અમિત શાહે… જે આપ્યું તે બધાને આપ્યું છે… નહીંતર કોઇ શા માટે રાજીનામું આપે? કોઇની સાથે ટિકિટનો સોદો કર્યો, કોઇને પૈસા આપ્યા….
માસ્ક પહેરલ યુવાન :  આટલા પૈસા લાવે છે ક્યાંથી ભાજપવાળા? ઘણા પૈસા ખર્ચ કરે છે, દરેક જગ્યાએ પૈસા ખર્ચ કરે છે.
સોમાભાઈ પટેલઃ કોઇકને કહેવાનું ખાલી પૈસા આપો બીજું શું? રિલાયન્સ, ટાટા બધા તેમની પાસે છે. ઘણા પૈસા છે તેમની પાસે.
માસ્ક પહેરલ યુવાન :  આ લોકો બોલી રહ્યાં હતા કે સોમાભાઈને 20 કરોડ રૂપિયા આપ્યા, 20 કરોડ રૂપિયામાં વાત થઇ.
સોમાભાઈ પટેલઃ ના ખોટી વાત છે.
માસ્ક પહેરલ યુવાન : 20 કરોડ બોલી રહ્યાં છે.
સોમાભાઈ પટેલઃ ખોટી વાત છે, કોઇને 10 કરોડથી વધારે નથી આપ્યા. કોઇને વધારે નથી આપ્યા.
માસ્ક પહેરલ યુવાન :  તો સાલા 20 કરોડની વાત કેમ કરી રહ્યાં છેઃ
સોમાભાઈ પટેલઃ એ તો…એ તો.. બોલવું હોય તો બોલે, એમાં શું.
માસ્ક પહેરલ યુવાન :  ભાજપમાંથી કોણ ડીલ કરી રહ્યું છે?
સોમાભાઈ પટેલઃ હાં???
માસ્ક પહેરલ યુવાન :  ભાજપમાંથી કોણ વાતચીત કરી રહ્યું છે, ડીલ?
સોમાભાઈ પટેલઃ સીએમ સાથે…અને પ્રદેશ અધ્યક્ષ…નવા કોણ આવ્યા…એ મારા દોસ્ત છે…
માસ્ક પહેરલ યુવાન :  તેમની સાથે ડીલ ચાલી રહી છે.
સોમાભાઈ પટેલઃ બન્ને સાથે……

આ પ્રમાણેનો વિડીઓ સામે આવતા જ ચુંટણીના બે દિવસ બાકી છે ત્યાં ભાજપમાં હડકંપ મચી ગયો, તુરંત પ્રદેશ અધ્યક્ષ સી આઈ પાટીલ મીડિયા સામે આવી ફેક ઓડિયો અને કાયદાકીય કાર્યવાહી કરવાનું કહી દીધું, સામે પક્ષે કોંગ્રેસ પ્રમુખ ચાવડા પણ મેદાને આવી ગયા અને ભાજપનો સોદાબાજી ઉઘાડી પડી હોવાના આક્ષેપ કર્યા, તો બીજી તરફ સોમાં પટેલ પણ સામે આવી કોંગ્રેસ દ્વારા ખોટી રીતે બદનામ કરવાન હેતુથી વિડીઓ વાર્ય્લ્લ કર્યો હોવાનો આક્ષેપ લગાવી સીધું જ્ઞાતિનું ટ્રમ્પ કાર્ડ ખેલી કોળી સમાજના અપમાન સાથે ઘટનાને સરખાવી દીધી છે.

સાચું જે હોય તે, કાર્ય કારણના સબન્ધ મુજબ, જ્યાં ધુમાડો હોય ત્યાં આગ હોય એ ચોક્કસ છે. વાયરલ વિડીઓ ધુમાડો હોય તો તેમાં સોદાબાડી રૂપી સત્યતા છે જ એમ માનવું રહ્યું, જો કે વિડીઓની પુષ્ટિ હજુ થઇ નથી, પરંતુ એક વાત છે કે જો વીડીઓમાં દેખાતા કથિત સોમાંભાઈ બોલતા જણાઈ રહ્યા છે કે દસ કરોડ સુધી ખરીદી થઇ છે. તો શું પટેલને દસ કરોડ મળ્યા હશે ? સામે પક્ષે મુખ્ય મંત્રી અને પક્ષ પ્રમુખે જ સોદાબાજી કરી હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે. રૂપિયા પણ કંપનીઓ પુરા પાડી રહી છે એવો પણ દાવો કરાઈ રહ્યો છે. જો આ વિડીઓ સાચો હોય તો હાલનું રાજકારણ લોકશાહી માટે અંત્યત ખરાબ  કહી સકાય.

સ્ટીંગ ઓપરેશનનો કથિત વિડીઓ જુઓ….

સ્ટિંગ ઓપરેશન : કોંગ્રેસ છોડી ભાજપમાં ભળેલ સોમા પટેલના સ્ટિંગ ઓપરેશનનો વિડિઓ સામે આવતા રાજકીય ભૂકંપ સર્જાયો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here