દ્વારકા: ત્રણ માસ સુધી અનેક વખત સગીરા પર બળાત્કાર ગુજારાયો

0
1287

દેવભૂમિ  દ્વારકા જીલ્લાના દ્વારકા પંથકથી સમાજને શરમસાર કરતો વધુ એક જધન્ય કિસ્સો સામે આવ્યો છે જેમાં તાલુકાના મેવાસા ગામના એક નરાધમે સગીરવયની બાળકી સાથે અનેક વખત દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. તેણીની સગર્ભા થઇ જતા આરોપીનું કૃત્ય સામે આવ્યું છે. તેણીને ડરાવી-ધમકાવી આરોપીએ અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે. પોલીસે ફરિયાદના આધારે આરોપીને પકડવા કાયર્વાહી શરુ કરી છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા તાલુકાના મેવાસા ગામના એક સામાન્ય પરિવારની સગીરવયની દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું  હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મેવાસા ગામે જ રહેતા સીદીયાભા રાણાભા સુમણીયા નામના સખ્સે આજ થી ત્રણેક માસ પૂર્વે ગામના જ એક પરિવારની સગીર વયની દીકરીની એકલતાનો લાભ લઇ ડરાવી-ધમકાવી તેણીની મરજી વિરુદ્ધ શારીરિક સબંધ બન્યો હતો. ત્યારથી આ સખ્સ તેણીને અવારનવાર ધાકધમકીઓ આપી, છેલ્લા ત્રણ માસના ગાળામાં અનેક વખત બળાત્કાર ગુજાર્યા હતા. નરાધમના અવારનવારના બળાત્કારને લઈને સગીરા ગર્ભવતી બની ગઈ હતી. જેને લઈને તેણીની સતત ગુમસુમ રહેવા લાગી હતી.

પોતાના પરના શારીરિક અત્યાચાર તો છુપાવી શકાય પણ ગર્ભકાળ કેમ સંતાડી શકાય ? બસ આ જ કારણે એક દિવસ તેણીએ તેના પરિવારને જાણ કરી હતી. જેને  લઈને પરિવારજનોએ દ્વારકા પોલીસનો સંપર્ક કરી આરોપી સામે આઈપીસી કલમ (સને ૨૦૧૮ ના નવા સુધારાની કલમ) ૩૭૬, ૩૭૬(એન), ૩૭૬(૩), ૩૭૬ડીએ, ૫૦૬(૨) તથા પોક્સો એક્ટ સને ૨૦૧૨ ની કલમ ૪, ૬, ૧૦ મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ ગંભીર ગુનાને લઈને પોલીસ તુરંત સક્રિય થઇ ગઈ હતી અને તાત્કાલિક આરોપીને પકડી પાડવા કાર્યવાહી શરુ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here