દ્વારકા: બહેન સાથે પ્રેમ લગ્ન કરનાર યુવાનની માતાએ યુવતીનું માથું ફોડ્યું

0
1033

દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના દેવળિયા ગામે રહેતા એક મહિલા પર અન્ય મહિલાએ લાકડાના બળતણ વડે હુમલો કરી માથાના ભાગે ફટકારી લોહી લુહાણ કરી નાખ્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. ઘાયલ મહિલાની બહેન આરોપીના દીકરા સાથે ભાગી ગયાના મનદુઃખને લઈને બોલાચાલી કરી હુમલો કર્યો, જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના દેવળિયા ગામે ગઈ કાલે સવારના સાળા દશેક વાગ્યા ના સુમારે શુશીલાબેન હરેશભાઇ નથુભાઇ સોલંકી ઉ.વ.૨૫ વાળી મહિલા પર આ જ ગામમાં રહેતા વાલીબેન ભીખાભાઇ ચાવડા રહે દેવળીયા ગામ તા-ક્લ્યાણપુર વાળાએ લાકડાના બળતણ વડે હુમલો કર્યો હતો. આરોપી મહિલાએ માથાના ભાગે બળતણનો એક ઘા મારી દેતા શુશીલાબેન લોહી લુહાણ થઇ ગયા હતા.

આ બનાવ અંગે તેઓએ સારવાર લીધા બાદ કલ્યાણપુર પોલીસમાં આરોપી મહિલા સામે આઈપીસી કલમ ૩૨૪,૫૦૪,૫૦૬(૨) જી.પી.એક્ટ ૧૩૫(૧) મુજબ ફરિયાદ નોંધાવી હતી જેમાં પોતાની બહેન સાથે આરોપી મહિલાના પુત્રએ પ્રેમ લગ્ન કર્યા હતા, દરમિયાન ગઈ કાલે ઘાયલ મહિલા પોતાના કાકી ના ઘરે હોય તે દરમ્યાન આરોપીએ જેમ તેમ ગાળો આપી હતી. જેને લઈને તેણીની પોતાના ઘરે જતા હોય તે દરમ્યાન આરોપીના ઘર પાસે જ આરોપીએ પોતાના ઘરેથી લાકડાનુ બળતણ લઇ તેણીના માથાના ભાગે મારી દીધું હતું. જેમાં તેણીને લોહી નિકળતા ઇજા પહોચી હતી. આરોપી મહિલાએ તેણીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here