દ્વારકા : ઈતિહાસમાં પ્રથમ વખત જન્માષ્ટમી પર ભાવિકોને જગત મંદિરમાં પ્રવેશબંદી , જાણો કેમ ?

0
724

જામનગર : ભગવાન કૃષ્ણની કર્મભૂમિ દ્વારકા ખાતે ઈતિહાસમાં પ્રથમ વખત જન્માષ્ટમી મહોત્સવની ભાવિકોની ગેર હાજરીમાં ઉજવણી કરવામાં આવશે. કોરોના સંક્રમણને લઈને જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને જન્માષ્ટમીના આગળ પાછળના ચાર દિવસ સુધી મંદિર બંધ રહેવાની જાહેરાત કરવામાં આવી છે.

કરોડો ભાવિકોની જેની પ્રત્યેની આસ્થા જોડાયેલ છે તે ભગવાન શ્રી દ્વારકાધીશના જન્મોત્સવની દર વર્ષે રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે. આ વખતે કોરોના સંક્રમણને લઈને મંદિર ખૂલું રહેશે કે બંધ રહેશે એ ભાવિકોમાં ચર્ચા ચાલી રહી હતી ત્યારે આજે દ્વારકા કલેકટર દ્વારા સતાવાર રીતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે અને આગામી તા. ૧૦/૮ થી ૧૩/૮/૨૦૨૦ સુધીના ચાર દિવસના ગાળા દરમિયાન મંદિરને ભાવિકો માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ફરજ પરના સરકારી કર્મચારીઓ અને પુજારીઓને છૂટ આપવામાં આવી છે. આ જાહેરનામાંને લઈને ઈતિહાસમાં પ્રથમ વખત દ્વારકાધીસનો જન્મોત્સવ ભાવિકોની ગેર હાજરીમાં ઉજવવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here